રાજકોટમાં ડૉ. મનમોહન સિંહે નોટબંધી અને GST પર કહ્યું આ...

Written By:
Subscribe to Oneindia News

ભૂતપૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. મનમોહન સિંહએ આજે CM વિજય રૂપાણીના શહેર રાજકોટમાં હાજર રહી કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો. કોંગ્રેસના સ્ટાર પ્રચારના રૂપમાં મનમોહન સિંહને ચૂંટણી પહેલા રાજકોટ ખાસ બોલવવામાં આવ્યા હતા. અહીં તેમણે ઇમ્પિરિયલ હોટલમાં એક પ્રેસ વાર્તા કરી હતી. જેમાં તેમણે નોટબંધી જેવા મોદીના નિર્ણય કેવી રીતે નિષ્ફળ રહ્યા તે જણાવીને ભાજપ અને મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. અહીં મનમોહન સિંહે જણાવ્યું હતું કે રાજકોટ ગુજરાતનું જ નહીં ભારતનું ગૌરવ છે. જીએસટીથી જેતપુર, સુરત, મોરબીના નાના વેપારીઓને મોટી અસર પડી છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે નોટબંધી પછી 99 ટકા ચલણી નોટો પરત જમા થઇ છે. ભષ્ટ્રાચાર અને કાળુ નાણામાં તેનાથી કોઇ ઘટાડો નથી થયો. સાથે જ તેમણે કહ્યું કે ભારત જેવો દેશ, નોટબંધી જેવી ભૂલને સહન ન કરી શકે.

Congress

નોંધનીય છે કે અમદાવાદ પછી ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ રાજકોટમાં પણ વેપારીઓ સાથે સંવાદ કરશે. આ પહેલા તેમણે પ્રેસવાર્તા કરીને જીએસટી અને નોટબંધી મામલે મોદી સરકારની ઝાટકણી નીકાળી હતી. આ પ્રસંગે તેમમે રૂપાણી પર પણ આકારા પ્રહાર કર્યા હતા. અને અર્થતંત્રને નબળી પાડી મોદી સરકારે ચીનને લાભ અપાવ્યો છે તેમ પણ જણાવ્યું હતું. વધુમાં રામ મંદિર મામલે સુપ્રિમ કોર્ટેના નિર્ણય માન્ય રાખવાની વાત પણ કરી હતી. સાથે નર્મદા મામલે પીએમ મોદી ક્યારેય તેમની સાથે વાત નહતી કરી તે વાત પર સિંહ ફરી આ પ્રસંગે પણ મક્કમ રહ્યા હતા.

English summary
Ex prime minister Manmohan Singh press conference in Rajkot. Read here what he says on GST and Noteban.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.