અમદાવાદના ધરતી કોમ્પેલક્ષમાં થયો આગનો ધડાકો

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા ધરતી કોમ્પલેક્ષ આજે સવારે આગનો જોરદાર ભડાકો થયો. ગેસના બાટલાના લિકેજના કારણે એક સાથે 8 સિલિન્ડર ફૂટ્યા જેના કારણે મોટો ધમકો થવાની સાથે જ આગના ગોટે ગોટા જોવા મળ્યા. આગ લાગતા જ કોમ્પલેક્ષમાં ભાગદોડ થઇ ગઇ તો બીજી તરફ ફાયર બ્રિગ્રેડની ચાર ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી સફળતા પૂર્વક આગ પર કાબુ મેળવી લીધો છે. પણ લોકો આ ધમકાથી હજી પણ ભયભીત છે.

aag

નોંધનીય છે કે ધરતી કોમ્પલેક્ષની નીચે આવેલી દુકાનોમાંથી એક દુકાને કેટરર્સને ભાડે આપવામાં આવી હતી. જેમાં તે સેડ બાંધીને રસોઇ કરતા હતા. તેમાંથી એક ગેસ લિકેજ થતા આ ભીષણ આગ લાગી હતી. જેના કારણે ઉપરના ચાર માળ અને આજુ બાજુની દુકાનો આગની ઝપેટમાં આવ્યા હતા. ખોડિયાર કેટરિંગ નામની આ દુકાનમાં આગ લાગતા જ બિલ્ડીંગને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી.

ત્યારે સવાલ તે થાય છે કે રહેણાંક વિસ્તારોમાં આવી રીતે કેટરર્સને દુકાનો ભાડે આપવી કેટલી સેફ? નોંધનીય છે કે અમદાવાદના અનેક કોમ્પલેક્ષમાં આ રીતે જ નીચે દુકાનો અને ઉપર રહેણાંક વિસ્તારો હોય છે. અને અનેક દુકાનો આજકાલ નાની નાની હોટલ પણ ચલાવતા હોય છે. ત્યારે સેફ્ટી દ્રષ્ટ્રીએ શું સોસાયટી કે હોટલ વાળા યોગ્ય પગલા લે છે? શું આ વાતનું તંત્ર તરફથી કે સોસાયટીના લોકો તરફ પૂરતું ધ્યાન રખાય છે?

English summary
Fire at residential complex in Ranip Ahmedabad. Read more here.
Please Wait while comments are loading...