વડોદરાના તુલસીવાડમાં મોડી રાત્રે ભીષણ આગ, જાનહાનિ નહિ
વડોદરાના તુલસીવાડમાં એક ભંગારની દુકાનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી....
વડોદરાના તુલસીવાડમાં એક ભંગારની દુકાનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. બેસતા વર્ષની ઉજવણી દરમિયાન ફટાકડાને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે રહ્યુ છે. ભંગારની દુકાન હોવાને કારણે આગ ઝડપથી ફેલાઇ હતી અને આસપાસના 4 મકાનોને પણ અસર થઇ હતી.

બનાવની વિગત એવી છે કે વડોદરાના તુલસીવાડ વિસ્તારમાં ભંગારની દુકાનમાં ફટાકડાને કારણે ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે 15 ફાયર ફાઇટરોની 4 કલાકની મહેનત બાદ આગ ઉપર કાબૂ મેળવી શકાયો હતો.. જો કે સદનસીબે દિવાળીના તહેવાર નિમિત્તે દુકાનમાં કોઇ હાજર નહિ હોવાને કારણે જાનહાનિ થઇ નહોતી.












Click it and Unblock the Notifications
