For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LPG વિતરકો અને ગુજરાત સરકાર વચ્ચે ઓનલાઇન ડેટા મુદ્દે મતભેદ

|
Google Oneindia Gujarati News

lpg-cylinder
ગાંધીનગર, 29 મે : કેન્દ્ર સરકાર એક તરફ રાંધણગેસના ભાવ પણ અંકુશમુક્ત કરવા વિચારણા કરી રહી છે ત્યારે બીજી બાજુ ગુજરાતમાં રાંધણગેસના ડીલરો અને રાજ્ય સરકાર ગ્રાહકોની માહિતીના મુદે આમનેસામને આવી ગયા છે. રાજ્ય સરકાર એલપીજી ગ્રાહકોનો ડેટા પુરવઠા ખાતાની વેબસાઈટ પર ડીલરો દ્વારા ઓનલાઈન અપડેટ થાય તેવો આગ્રહ રાખી રહી છે જ્યારે સામા પક્ષે ડીલરો આ માહિતી પહેલેથી જ રાજ્ય સરકારને પહોંચાડી દેવાઈ હોય આ કામગીરી ફરીથી કરવા તૈયાર નથી.

એલપીજીને પણ હવે કેન્દ્ર સરકાર અંકુશમુક્ત કરવા વિચારણા કરી રહી છે ત્યારે બીજી બાજુ રાજ્ય સરકાર અને એલપીજી ડિસ્ટ્રિબ્યૂટર્સ આમને સામને આવી ગયા છે. રાજ્ય સરકારનુ પુરવઠા ખાતુ અને એલપીજી ડિસ્ટ્રિબ્યૂટર્ર્સ વચ્ચે ગ્રાહકોની માહિતી ઓનલાઈન મૂકવા અંગે મડાગાંઠ સર્જાઈ છે. એલપીજી ડિસ્ટ્રિબ્યૂટર્સ પુરવઠા વિભાગની વેબસાઈટ પર તેમના તમામ ગ્રાહકોની માહિતી ઓનલાઈન અપડેટ કરે તેવો સરક્યુલર સરકારે બે મહિના પહેલા બહાર પાડ્યો હતો.

આ અંગે ઓલ ઈન્ડિયા એલપીજી ડિસ્ટ્રિબ્યૂટર્સ ફેડરેશન, ગુજરાતના પ્રમુખ પી.એન.પટેલે જણાવ્યુ કે, રાજ્ય સરકારે બે માસ પહેલા બહાર પાડેલા આ પરિપત્ર મુજબ એલપીજી ડિસ્ટ્રિબ્યૂટર્સે તેમના ગ્રાહકોના નામ, સરનામા, ગ્રાહક નંબર, તેમણે લીધેલા સિલિન્ડર્સ, વાઉચર નંબર, કેવાયસી સહિતની માહિતી પુરવઠા ખાતાની વેબસાઈટ પર ઓનલાઈન મૂકવી તેમ જણાવાયુ છે. આ પરિપત્રનો અમલ કરવા માટે દરેક ડિસ્ટ્રિબ્યૂટરે પોતાને ત્યાં કમ્પ્યૂટર વસાવવુ પડે અને બે માણસોનો સ્ટાફ પણ ડેટા નાખવા માટે કામે લગાડવો પડે. અધૂરામાં પૂરું પુરવઠા ખાતાની વેબસાઈટ બહુ ધીમી ચાલે છે અને માટે ભાગે તેમાં ડેટા નાખવામાં ધાર્યા કરાત વધુ સમય લાગે છે.
એક ગ્રાહકનો ડેટા ઓનલાઈન મૂકતા ઓછામાં ઓછી દસ મિનિટ લાગે અને ગુજરાતમાં આવા 72 લાખ એલપીજી ગ્રાહકો છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે ગુજરાતના 600 એલપીજી ડિસ્ટ્રિબ્યૂટર્સે તેમના તમામ ગ્રાહકોની માહિતી એક વર્ષ અગાઉ પુરવઠા વિભાગને એક સીડીમાં આપી હતી. આ માહિતી મળ્યા બાદ પુરવઠા વિભાગે ડિસ્ટ્રિબ્યૂટર્સને હવે કોઈ ડેટાની જરૂર નથી તેમ લેખિતમાં જણાવ્યુ હતું.

એલપીજી ડિસ્ટ્રિબ્યૂટર્સે સીડી મારફત ગ્રાહકોનો ડેટા આપી દીધો હોવા છતાં અને પુરવઠા વિભાગે લેખિતમાં માહિતી ન આપવા જણાવ્યુ હોવા છતાં હવે અચાનક જ સરકાર શા માટે ઓનલાઈન ડેટા અપડેટ કરવાનો આગ્રહ રાખી રહી છે તે પ્રશ્ન ડિસ્ટ્રિબ્યૂટર્સને પણ સમજાતો નથી. પી.એમ.પટેલે જણાવ્યુ કે આ સમસ્યા અંગે પુરવઠાપ્રધાનને રજૂઆત કરવામાં આવી છે અને બાદમાં પુરવઠા વિભાગ સાથે પણ બેઠક યોજવામાં આવી હતી. એ બેઠકમાં એલપીજી ડિસ્ટ્રિબ્યૂટર્સે આ કામગીરી ફરીથી કરવા અંગે નારાજગી દર્શાવી છે, પરંતુ સરકાર તરફથી આ મુદે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી તેથી કોકડુ ગુચવાયેલુ છે.

English summary
Friction between LPG distributors and Gujarat government over online info.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X