ગાંધીનગરઃ અમિત શાહે અડવાણીનો રેકોર્ડ તોડ્યો, 15 ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત
ગાંધીનગરઃ અમિત શાહે અડવાણીનો રેકોર્ડ તોડ્યો, 15 ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત
ગુજરાતની ગાંધીનગર લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર અમિત શાહની જીત શરૂઆતી રાઉન્ડની ગણતરી બાદ જ ફાઈનલ થઈ ગઈ હતી. ભારતીય રાજનીતિના આધુનિક ચાણક્ય તરીકે ઓળખાતા અમિત શાહે ગાંધીનગર સીટ પરથી જ લાલ કૃષ્ણ અડવાણીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. આ સીટ પર અડવાણીનો રેકોર્ડ મહત્તમ 4.83 લાખ વોટના માર્જિનથી જીતનો હતો. જ્યારે અમિત શાહ હાલ 555843 વોટથી આગળ છે. અમિત શાહની જીત પાક્કી છે હવે માત્ર ઔપચારિક જાહેરાત જ થવાની બાકી છે.

ઉલ્લેખનીય છે કે અમિત શાહ પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. ગાંધીનગર સીટ પરથી લાલ કૃષ્ણ અડવાણીની ટિકિટ કાપી અમિત શાહને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. આ સીટ ભાજપ માટે અભેદ્ય કિલ્લો રહી છે. હાલ આ સીટ પરથી ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી સાંસદ છે. 1989થી ભાજપ સતત આ સીટ પર જીતતું આવ્યું છે. ગાંધીનગર સીટ પર પહેલીવાર 1967માં ચૂંટણી લડાઈ હતી અને કોંગ્રેસને ત્યારે જીત મળી હતી. બાદમાં 1971માં કોંગ્રેસ, 1977માં જનતા દળ અને 1980માં કોંગ્રેસના ઉમેદવારને આ સીટ પર જીત મળી હતી. પરંતુ તે પછી યોજાયેલ દરેક ચૂંટણીમાં ગાંધીનગર સીટ પર ભાજપના ઉમેદવાર જ જીતતા આવ્યા છે.
ભાજપના ઉમેદવાર અમિત શાહને 889925 વોટ મળ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સીજે ચાવડાને 334082 વોટ મળ્યા છે. અમિત શાહ અને સીજે ચાવડા બાદ સૌથી વધુ 13984 વોટ નોટાને મળ્યા છે. ગાંધીનગર લોકસભા સીટ પર કુલ 17 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા જેમાંથી અમિત શાહ અને સીજે ચાવડાને બાદ કરતાં બાકી બધા જ ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ જશે. 14 ઉમેદવારો એવા છે જેમને 7 હજારથી પણ ઓછા મત મળ્યા છે, અને અપક્ષ ઉમેદવાર ખોડા દેસાઈને સૌથી ઓછા 687 વોટ મળ્યા છે.
આ પણ વાંચો- આઝાદી બાદ ગુજરાતની આ સીટ પર જે અત્યાર સુધી જીત્યુ તેની જ બની કેન્દ્રમાં સરકાર












Click it and Unblock the Notifications
