ગીરમાં સિંહબાળને બચાવવા વનવિભાગે ઉપાડ્યું આ પગલું...

Subscribe to Oneindia News

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા રેન્જના ગુંદરણ ગામ પાસે એક વાડીના ખુલ્લા કુવામાં એક સિંહબાળ પડી ગયું હતું. વાડીના માલિકે વનવિભાગને જાણ કરતા વન વિભાગની રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. બે કલાકની જહેમત બાદ 35 ફૂટ ઊંડા કુવા માંથી રેસ્ક્યૂ કરી સિંહબાળને બહાર કાઢવામાં આવ્યો હતો. અને પિંજરા પૂરી સારવાર માટે સાસણ એનિમલકેર ખાતે ખસેડાયો હતો.

lios

તાલાલા રેન્જના ગુંદરણ ગામ પાસે ખેડૂત નારણભાઈ વહેલી સવારે વાડી પહોંચતા ખુલ્લા કુવા માંથી સિંહનો અવાજ આવતાં વાડી માલિક કુવામાં તપાસ કરતા સિંહબાળ નજરે પડ્યું હતું. ખેડુતે તાત્કાલિક તાલાલા રેન્જ વન વિભાગને જાણ કરતા વન વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અને રેસ્ક્યૂ હાથધર્યો હતો. રેસ્ક્યૂ ટીમે પ્રથમ ખાટલો દોરડાથી બાંધી કુવામાં ઊતારતાં સિંહબાળ તેના પર બેસી ગયેલ. રેસ્ક્યુ ટીમે સિંહબાળને દોરડાથી ગાળીયો બનાવી કુવા માંથી બહાર કાઢી અને પિંજરે પૂરી સારવાર માટે સાસણ એનિમલકેર ખાતે ખસેડાયો હતો.

English summary
Gir: lion cub rescued by forest department.Read here more.
Please Wait while comments are loading...