For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત : પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા

|
Google Oneindia Gujarati News

congress-bjp-logo
અમદાવાદ, 14 મે : ગુજરાતમાં 2 જૂન, 2013નાં રોજ રાજ્યની વિવિધ છ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. આ પેટા ચૂંટણી લોકસભાની બે બેઠક બનાસકાંઠા, પોરબંદર અને વિધાનસભાની ચાર બેઠક મોરવાહફ, લીંબડી, જેતપુર અને ધોરાજી બેઠક માટે યોજાવાની છે. આ પેટા ચૂંટણીઓ માટે ગુજરાતના મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. અત્યાર સુધી આ તમામ છ બેઠકો કોંગ્રેસના કબજામાં હતી. આ કારણે તમામ બેઠકો પર ફરીથી વિજય મેળવવો એ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બન્યો છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે બે દિવસ અગાઉ પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી હતી.

ભાજપ અને કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારો આ મુજબ છેઃ

લોકસભા પેટા ચૂંટણી

બનાસકાંઠા બેઠક
ભાજપ ઉમેદવાર - હરીભાઇ ચૌધરી
કોંગ્રેસ ઉમેદવાર - ક્રિષ્નાબેન મુકેશભાઈ ગઢવી

પોરબંદર બેઠક
ભાજપ ઉમેદવાર - વિઠ્ઠલભાઇ રાદડિયા
કોંગ્રેસ ઉમેદવાર -વિનુભાઈ અમીપરા

વિધાનસભા પેટા ચૂંટણી

મોરવાહડફ બેઠક
ભાજપ ઉમેદવાર - નિમિષાબેન સુથાર
કોંગ્રેસ ઉમેદવાર - ભૂપેન્દ્રભાઈ બી. ખાંટ

લીંબડી બેઠક
ભાજપ ઉમેદવાર - કીરીટસિંહ રાણા
કોંગ્રેસ ઉમેદવાર - સતીષભાઈ સોમાભાઈ પટેલ

ધોરાજી બેઠક
ભાજપ ઉમેદવાર - પ્રવીણભાઇ માંકડીયા
કોંગ્રેસ ઉમેદવાર - હરીભાઇ પટેલ

જેતપુર બેઠક
ભાજપ ઉમેદવાર - જયેશભાઇ રાદડિયા
કોંગ્રેસ ઉમેદવાર - જગદીશભાઈ જી. પાંભર

English summary
Gujarat : BJP and Congress declared candidates for by election on 2nd June.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X