
Gujarat Assembly Election: 8 ડિસેમ્બરે પરીણામ બાદ કમૂતરા પહેલા નવી સરકાર લેશે શપથ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ રાજકીય પક્ષો દ્વારા બેઠકોનો દોર શરૂ કર્યો છે. આવતી કાલે કોગ્રેસના પ્રભારી રઘુ શર્મા ગુજરાતની મુલાકાતે આવીને ચૂંટણી બાદ આવેલા એક્ઝિટ પોલ પર તેમજ ચૂટણીના મતદાન અને પરીણામને લઇને સમીક્ષા કરશે. એક્ઝિટ પોલમાં ભાજપની સરકાર બનતી દેખાઇ રહી છે. તેને જોતા ભાજપના લોકો પણ એક્ઝિટ પોલના આકડા એકજેક્ટ સાચા સાબીત થશે તો સરકાર બનાવશે ભાજપની સરકાર બનશે તો કમૂરતા પહેલા શપથ લઇ લેશે.
આવતી કાલે ગુજરાત વિધાનસભાની ચૂટણીનું પરીણામ જાહેર થશે ત્યાર બાદ જે ફમ પક્ષ સરકાર બનાવશે તે વહેલી તકે શપથવિધી જલ્દી પતાવી દેશે. ભાજપને એક્ઝિટ પોલમાં સરકાર બનતી હોવાથી ભાજપ દ્વારા તેની તૈયારી પણ કરી લેવામાં આવી હોવાની સૂત્રો દ્વારા જણાવામાં આવ્યુ છે. ગાંધીનગરમાં નવી સરકારની રચના માટે 11 ડિસેમ્બર અથવા 12 ડિસેમ્બરના રોજ શપથવિધી થવાની શક્યતા છે.
મતગણતરી બાદ ભાજપ દ્વારા ચૂટાયેલા ધારાસભ્યોને ગાંધીનગર બોલાવામાં આવશે. અને સંસદીય દળના નેતા તરીકે ભૂપેન્દ્ર બટેલની ચૂંટવામાં આવશે. બાદલમાં રાજભવન અથવા મહાત્મા મંદિરમાં શપથવિધી યોજવામાં આવશે. ગુજરાત વિધાનસભાની મત ગણતરી 8 ડિસેમ્બરના રોજ છે અને કમૂરતા 16 ડિસેમ્બરથી બેસી રહ્યા છે. એટલે નવી સરકાર 15 ડિસેમ્બર પહેલા શપથવિધી કરશે. તેવી શક્યતા વ્યક્ત કરવામા આવી રહી છે.