For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતવાસીઓ ત્રણ દિવસ અતિભારે વરસાદ માટે રહો તૈયાર

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 4 સપ્ટેમ્બર : ગુજરાતના હવામાન વિભાગે જાહેર કરેલી ચેતવણી અનુસાર ગુજરાતવાસીઓએ આગામી ત્રણ દિવસ માટે રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદનો સામનો કરવાની તૈયારી કરી લેવી જોઇએ.

હવામાન વિભાગે એક યાદીમાં જણાવ્યું છે કે ગુજરાત અને રાજસ્થાનમાં સર્જાયેલ હવાના હળવા દબાણને કારણે ગુજરાતમાં આગામી 72 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

rain-1

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છની ઉપર હવાનું હળવું દબાણ સર્જાયું છે. બીજી તરફ પશ્ચિમ રાજસ્થાન અને આજુબાજુના વિસ્તારમાં પણ હવાનું હળવુ દબાણ ઉભું થયું છે. હવાના બન્ને હળવા દબાણને કારણે ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

આ ઉપરાંત હવાના હળવા દબાણને કારણે દરિયામાં પ્રતિ કલાકે 30થી 55 કિલોનોટ્સની ઝડપે પવન ફુંકાવવાની શક્યતા છે. આ બાબતને ધ્યાને લઈને બંદરો ઉપર 3 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવવા હવામાન વિભાગે તંત્રને સુચન કર્યું છે. આ સાથે દરિયામાં ઝડપી પવનની સાથે તોફાની મોજા ઉછળવાની શક્યતાને ધ્યાને લઈને માછીમારોને દરિયો નહી ખેડવાની સલાહ આપવામાં આવી છે.

નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સમયાંતરે ભારે વરસાદ વરસી રહ્યો છે. આવા સમયે હવામાન વિભાગે આપેલી ચેતવણી અગમચેતી વાપરીને તેના માટે તૈયાર રહેવા માટે જાહેર હિતમાં કરવામાં આવી છે.

English summary
Gujarat be prepared for heavy rain for three days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X