Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video: જીતુ વાઘાણી બોલ્યા જવાહરલાલ નેહરુથી રાહુલ ગાંધી સુધી બધા જૂઠા છે

જવાહરલાલ નેહરુથી રાહુલ ગાંધી સુધી બધા જૂઠા છે: જીતુ વાઘાણી

અમરેલીઃ લોકસભા ચૂંટણીમાં પ્રચાર અભિયાન દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ વિવાદિત નિવેદન આપ્યું. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે નેહરુથી રાહુલ સુધી ગાંધી પરિવારમાં બધા જન્મજાત જૂઠા છે. પહેલા મા પછી દીકરા અને હવે તો દીકરી પણ જૂઠું બોલી રહી છે. વાઘાણીના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.

https://www.dailymotion.com/embed/video/x75czqp

પોતાની સ્પીચમાં જીતુ વાઘાણી બોલી રહ્યા છે કે કોંગ્રેસ પર શું ભરોસો કરશું, જવાહરલલ નેહરૂથી લઈ રાહુલ ગાંધી સુધી બધા જન્મથી જૂઠા છે. પહેલા માં પછી દીકરો અને હવે દીકરી પણ જૂઠું બોલી રહી છે. જીતુ વાઘાણીનં આ નિવેદન ત્યારે સામે આવ્યું જ્યારે અમરેલીના લાઠી ગામમાં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ અવસર પર પ્રદેશ અધ્યક્ષ તરીકે જીતુ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા. જ્યાં તેમણે ગાંધી પરિવાર વિરુદ્ધ વિવાદિત નિવેદન આપ્યું.

jitu vaghani

જણાવવામાં આવી રહ્યું છે કે પ્રદેશ નેતાઓની હાજરી છતાં લાઠી ગામમાં ઓછી ભીડ એકઠી થઈ શકી. સભામાં ઘણી ખુરશીઓ ખાલી જોવા મળી રહી હતી. જેને કારણે સ્ટેજ પર હાજર નેતાઓ પણ આશ્ચર્યચકિત રહી ગયા હતા. જો કે વાઘાણીના નિવેદને ચર્ચા મેળવી. કોંગ્રેસ પાર્ટીએ આ નિવેદનનો વાંધો ઉઠાવ્યો.

આ પણ વાંચો- કોંગ્રેસમાં સામેલ થતા જ બોલ્યા શત્રુઘ્ન સિન્હા- ભાજપમાં વન મેન આર્મી ટૂ મેન શો ચાલી રહ્યો છે

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X