• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતમાં 6 બેઠકોની પેટાચૂંટણીમાં 2 જૂને બંધ થશે ઉમેદવારોનું ભાવિ

|

ગાંધીનગર, 1 જૂન : ગુજરાતમાં 2 જૂન, 2013 રવિવારના રોજ લોકસભાની 2 અને વિધાનસભાની 4 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચે કરેલા આયોજન અનુસાર ગરમીને ધ્યાનમાં રાખીને મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. આમ સાંજે 4 વાગ્યા સુધી તમામ 6 બેઠક પર ઉભા રહેલા કુલ 33 મતદારોના ભાવિ ઇવીએમમાં કેદ થઇ જશે. આ ભાવિ બુધવારે 5 જૂન, 2013ના રોજ ખુલશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 : મહત્વની અને રસપ્રદ હકીકતો

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 : જાણો કઇ બેઠક પર કોણ થયું વિજેતા

ગુજરાતમાં એવું પ્રથમવાર બની રહ્યું છે કે લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓ સાથે યોજવામાં આવી રહી હોય. તમામ 6 બેઠકોની પેટા ચૂંટણી શાંતિપૂર્વક અને સુરક્ષિત રીતે યોજાય તે માટે ચૂંટણીતંત્ર, પોલીસતંત્ર, વહીવટી તંત્ર અને રાજકીય પક્ષો તથા ઉમેદવારોએ પૂરતી તૈયારીઓ પૂરી કરી લીધી છે. મતદાનની પૂર્વ સંધ્યા સુધી 33 ઉમેદવારોએ 33 લાખ મતદારોને પોતાના પક્ષમાં રિઝવવા મટે પ્રયાસો કર્યા છે.

આ તમામ છ બેઠકો પર ભાજપ અને કોંગ્રસના ઉમેદવારો વચ્ચે મુખ્ય જંગ રહેશે. ડિસેમ્‍બર 2012માં યોજાયેલા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 પછી વિધાનસભાની પ્રથમ અને લોકસભાની સામાન્‍ય ચૂંટણી પૂર્વેની આ અંતિમ પેટાચૂંટણી છે. તેના પરિણામથી રાજ્‍ય કે કેન્‍દ્રની સરકારને કોઈ ફેર પડવાનો નથી પરંતુ જનમાનસની દિશા નક્કી કરવામાં આ ચૂંટણી મહત્‍વનો ભાગ ભજવશે. મહત્વની વાત એ છે કે વિધાનસભાની ચાર બેઠકો અત્યારે કોંગ્રેસને નામ છે. વર્તમાન સમયમાં વિધાનસભામાં કોંગ્રેસને નામ 60 બેઠકો છે. આ તમામ ચાર બેઠકોમાં કોંગ્રેસ જીતશે તો વિધાનસભામાં તેના ધારાસભ્યોનું સંખ્યાબળ 60 રહેશે નહીંતર ઘટશે. આવી સ્થિતમાં ભાજપની સ્થિતિ વધારે મજબૂત બનશે.

પેટા ચૂંટણી માટે ભાજપે વિકાસને મુદ્દો બનાવ્યો છે. મોંઘવારી ભ્રષ્‍ટાચાર બદલ પ્રચારમાં કોંગ્રેસની ઝાટકણી કાઢી છે. જ્યારે કોંગ્રેસે રાજ્‍ય સરકારના ભ્રષ્‍ટાચાર, વહીવટી નિષ્‍ફળતા, અછત વગેરે મુદ્દે પ્રહારો કર્યા છે. ચૂંટણીઓના સમાન્ય મુદ્દાઓ ઉપરાંત પરિણામ પર ઉમેદવારની અને પક્ષની પ્રતિભા, જ્ઞાતિવાદ, મતદાનની ટકાવારી વગેરે બાબતો ખૂબ જ અસરકારક બનશે.

જેતપુર અને પોરબંદર મતક્ષેત્રમાં કોંગ્રેસનું નિશાન પક્ષપલ્‍ટા સામે રહ્યું છે. પોરબંદર લોકસભાની બેઠક પર ભાજપના વિઠ્ઠલભાઈ રાદડિયા અને કોંગ્રેસના વિનુ અમીપરા તથા બનાસકાંઠા લોકસભાની બેઠક પર ભાજપના હરીભાઈ ચૌધરી અને કોંગ્રેસના ક્રિષ્‍નાબેન મુકેશભાઈ ગઢવી ચૂંટણી લડી રહ્યા છે. મોરવાહડફ (પંચમહાલ) બેઠકમાં ભાજપના નિમીષાબેન સુથાર અને કોંગ્રેસના ભૂપેન્‍દ્ર ખાંટ વચ્‍ચે સ્‍પર્ધા છે. લીંબડીમાં કિરીટસિંહ રાણા ભાજપ વતી અને સતિષ સોમાભાઈ પટેલ કોંગ્રેસ વતી જંગ ખેલી રહ્યા છે. જેતપુર બેઠકમા જયેશ રાદડિયા ભાજપના અને જગદીશ પાંભર કોંગ્રેસના ઉમેદવાર છે. ધોરાજી-ઉપલેટા બેઠકમાં પ્રવીણભાઈ માંકડિયા ભાજપ તરફી અને હરિભાઈ કણસાગરા કોંગ્રેસ તરફી ઉમેદવાર છે.

છેલ્લી ચૂંટણી વખતે 6 એ 6 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જીત્‍યા હતા. બે બેઠકો ચૂંટાયેલા સભ્‍યોના અવસાનથી અને 4 બેઠકો ચૂંટાયેલા સભ્‍યોના રાજીનામાથી ખાલી પડી હતી. પક્ષપલ્‍ટાના મુદ્દાને જનતા કઈ રીતે મુલવે છે? તે આ વખતના જનાદેશથી સ્‍પષ્‍ટ થઈ જશે.

કઇ બેઠક પરથી કેટલા ઉમેદવારો લડી રહ્યા છે?

પોરબંદર - 07

બનાસકાંઠા - 08

લીંબડી - 06

ધોરાજી - 05

જેતપુર - 05

મોરવાહડફ - 02

કુલ ઉમેદવારો - 33

કુલ મતદારો - 33લાખ

English summary
Gujarat by election : Party change issue will be important
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X