સુરતથી શિરડીની ડાયરેક્ટ ફ્લાઇટની થઈ શરૂઆત
સાંઇ બાબાના ભક્તો માટે છે સારા સમાચાર. શિરડીથી સુરતની ડાયરેક્ટ ફ્લાઇટ હાલ શરૂ કરવામાં આવી છે. જાણો આ અંગે વિગતવાર સમાચાર અહીં.
સુરતના ઉદ્યોગપતિઓ કંઇક નવું કરવા માટે પંકાયેલા છે જે રીતે સુરત વિકસી રહ્યુ છે તેમ તેમ સુરત શહેરમાં વિવિધ સુવિધાઓનો પણ વધારો થઈ રહ્યો છે તે સુવિધા અર્તંગત આજે સુરતથી શિરડીની ડાયરેક્ટ ફ્લાઇટનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ શરૂઆત હેઠળ 15 ફેબ્રુઆરીથી ફ્લાઇટની નિયમિત સેવાની શરૂઆત કરવામાં આવશે. આ શરૂઆત વેન્ચુરા એર કનેકટ દ્વારા કોમર્સિયલ દ્વારા શરૂ કરવામાં આવી છે. સુરત થી શિરડી વચ્ચે સીધી ફ્લાઈટની શરૂઆત કર્યા બાદ ભાવનગર અને રાજકોટની કનેકટ્ગ ફ્લાઇટ રાખવામાં આવશે,. જેથી સુરત ઉપરાતં ભાવનગર અન રાજકોટના લોકો પણ સરળતાથી શિરડી પોહંચીને સાંઇબાબના દર્શન કરવા માટે જઈ શકે.

સૌરાષ્ટ્રથી શિરડી માત્ર સવા કલાકમાં પોહંચી શકાશે અને સુરતથી શિરડીનો ટિકીટ દર હાલના તબક્કે 3500 થી 5000 રૂપિયા રાખવામાં આવ્યો છે. આ ફ્લાઇટ માટે એવી સુવિધા આપવામાં આવી છે કે તે ચોક્કસ દિવસોને બદલે નિયમિત રીતે રોજ ઉપાડવામાં આવશે. આ અંગે સુરતના સ્થાનિક નિવાસી પરાગ બાટલીવાલાએ જણાવ્યું હતું કે શિરડી જવા માટે ફ્લાઇટ દ્વારા જાવું હોય તો મુંબઈ જવું પડતુ હતું અથવા તો સાપુતારા અને નાસિકનો રૂટ લેવો પડતો હતો પરંતુ આ રીતે સીધી ફ્લાઇટ મળી જતા જે ભાવિકો દર્શન માટે જવા ઇચ્છતા હશે તેઓ સરળતાથી જઈ શકશે . તેમજ વેપારીઓ માટે પણ સુવિધા ગણી સગવડતા વાળી બની રહેશે.












Click it and Unblock the Notifications
