ATM હેક થઇ શકે તો EVM કેમ નહીં? :હાર્દિક પટેલ

હાર્દિકે કર્યાસોમનાથ મહાદેવના દર્શન. ઇવીએમ અંગે ફરી કર્યા સવાલ. આ અંગે વધુ વાંચો અહીં...

પાટીદાર અનામત આંદોલનના સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ચૂંટણી પરિણામો પહેલાં મંદિરની મુલાકાતો લેવા માંડી હતી. અંબાજીના દર્શન કર્યા બાદ રવિવારે હાર્દિક પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. તેમની સાથે તેમના સમર્થકો પણ હાજર હતા. વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયાબાદ હાર્દિક પટેલ પણ સતત ઇવીએમ સાથે છેડછાડનો આરોપ મુકી રહ્યાં છે. તેઓ આ અંગે સતત ટ્વીટ પણ કરી રહ્યાં છે. રવિવારે ટ્વીટ કરતાં તેમણે લખ્યું હતું કે, વિસનગર, પાટણ, રાધનપુર, ટંકારા, ઊંઝા, વાવ, જેતપુર, રાજકોટ, લાઠી, બાબરા, છોટા ઉદેપુર, સંતરામપુર,સાંવલી, માંગરોળ, મોરવાહડફ, નાદોદ, રાજપીપળા, ડભોઇ અને ખાસ કરીને પટે અને આદિવાસી વિસ્તારના વિધાનસભા ક્ષેત્રોમાં ઇવીએમ સોર્સ કોડ સાથે હેકિંગ કરવાનો પ્રયત્ન થયો.

hardik patel

હાર્દિક પટેલ અને કોંગ્રસે પણ ભાજપ પર ઇવીએમ સાથે છેડછાડનો આરોપ મુક્યો હતો. આ અંગે ચૂંટણી પંચે કહ્યું હતું કે, ઇવીએમ મશીન સાથે કોઇ એમ છેડછાડ ન કરી શકે. ચૂંટણી પંચની આ વાતનો જવાબ આપતા હોય એમ હાર્દિક પટેલે અન્ય એક ટ્વીટ કરતાં લખ્યું હતું કે, મારી વાતો પર માત્ર હસવું આવશે, પરંતુ વિચાર કોઇ નહીં કરે. ભગવાનના બનેલા મારા શરીર સાથે છેડછાડ થઇ શકે છે તો માનવ દ્વારા બનાવવામાં આવેલ ઇવીએમ મશીન સાથે કેમ નહીં. એટીએમ હેક થઇ શકતા હોય તો ઇવીએમ કેમ નહીં!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X