ભાજપની આ બેઠકો પર ચૂંટણી પહેલા ઉમેદવારી મામલે વિવાદ

Posted By:
Subscribe to Oneindia News

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોને કંઇ બેઠક આપવી તે મામલે હવે ભાજપ અને કોંગ્રેસ બન્નેમાં વાદ-વિવાદ અને વિરોધ શરૂ થઇ ગયો છે. જ્યાં કોંગ્રેસના કેટલાક ઉમેદવારો આ મામલે દિલ્હી દોડી ગયા છે ત્યાં ભાજપમાં પણ સીટ મળશે કે કેમ તે અંગે અંદર અંદર ચહેલ પહેલ ચાલી રહી છે. આ તમામની વચ્ચે ભાજપના તાલાલા બેઠકના ઉપ પ્રમુખ બાબુ પરમારે અપક્ષમાંથી ઉમેદવારી નોંધવતા આ વિસ્તારમાં ભાજપની મુશ્કેલી વધી છે. બાબુભાઇ આ મામલે પાર્ટી તરફથી યોગ્ય ઉત્તર ન મળતા અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી. પણ આવી સ્થિતિ ભાજપ માટે ખાલી તાલાલા બેઠક પર જ નથી ઊભી થઇચોટીલા અને ઉના બેઠક પર પણ આવી જ સ્થિતિ આવીને ઊભી છે.

bjp

ગુરુવારે ઉના બેઠક મામલે ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડે ઉના બંધનું એલાન કર્યું હતું જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. તો બીજી તરફ ચોટીલામાં વર્તમાન ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણને ટીકીટ મળવાની ઓછી સંભાવના ઊભી થતા વિવાદ ઊભો થયો છે. ઉલ્લેખનીય છે કે 9 ડિસેમ્બરે પહેલા તબક્કાનું મતદાન ગુજરાતમાં થશે. તે પહેલા આજ કાલમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને તરફથી ઉમેદવારોનું નામ જાહેર કરાય તેવી સંભાવના છે.

English summary
Gujarat Election 2017 : Ticket issue created big problem for BJP in this three seat.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.