For Quick Alerts
For Daily Alerts
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થોડીવારમાં થઇ શકે
ગાંધીનગર, 3 ઑક્ટોબર : આજે નવી દિલ્હી ખાતે ચૂંટણી પંચની ઓફિસમાં સાંજે 4 વાગે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. આ કોન્ફરન્સમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2012ની તારીખોની જાહેરાત કરવામાં આવશે એમ માનવમાં આવે છે.
બંને રાજ્યોમાં મુખ્ય પક્ષોએ મહિનાઓ પહેલા વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ જોરશોરથી આરંભી દીધી છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા સાથે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે, બીજા તરફ કોંગ્રેસે પણ ગામે ગામ જઇને મોદીની પોલ ખોલના કાર્યક્રમો હાથ ધર્યા છે.
માનવામાં આવે છે કે આ વર્ષે ચૂંટણી પંચ ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજવાનું આયોજન કરી રહ્યું છે. ગુજરાતની 182 બેઠકો પર પ્રથમવાર નવા સીમાંકન મુજબ ચૂંટણી યોજાવાની છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2002 અને 2007 અનુક્રમે 28 ઑક્ટોબર અને 11 ઑક્ટોબરે જાહેર કરવામાં આવી હતી. વર્ષ 2007માં ચૂંટણી 11 ડિસેમ્બરે યોજાઇ હતી અને ચૂંટણીનું પરિણામ 23 ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 182 બેઠકો પરથી ભાજપ 117, કોંગ્રેસ 59, એનસીપી 3 અને અન્ય 3 બેઠકો પર વિજયી બન્યા હતા.