• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત ચૂંટણી : આ છે બીજા તબક્કા માટે હૉટ બેઠકો

|
gujarat-assembly-election-2012
ગાંધીનગર, 17 ડિસેમ્બર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 અંતર્ગત ગુજરાતમાં બીજા તબક્કામાં 12 જિલ્લાની 95 બેઠકોના 820 ઉમેદવારો માટે 17 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે. આ 95 બેઠકોમાં કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કાની ઘણી બેઠકોને ભાજપનો ગઢ માનવામાં આવે છે. આજે થનારા મતદાનમાં ભાજપ, કોંગ્રેસ અને જીપીપીના મોટા માથાઓનું ભાવિ ઇવીએમમાં કેદ થવાનું છે.

બીજા તબક્કાની બેઠકોમાં સૌથી અગત્યની બેઠક ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની છે. મોદી ભાજપની ટિકીટ પરથી મણિનગરથી ચૂંટણી લડી રહ્યા છે અને વિપક્ષ કોંગ્રેસે તેમની સામે ગુજરાતના સસ્પેન્ડેડ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ્ના પત્ની શ્વેતા ભટ્ટને મેદાનમાં ઉતાર્યાં છેં. અગાઉની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસે નરેન્દ્ર મોદી સામે મંત્રી દિનશા પટેલને ઉતાર્યા હતા, છતાં પણ તેઓ નરેન્દ્ર મોદીના જાદુને ઉતારી શક્યા ન હતા. હવે આ વખતે મહિલાને મેદાનમાં ઉતારીને કોંગ્રેસે અખતરો કર્યો છે. આ કારણે મણિનગર બેઠક પર સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચાયું છે.

આ ઉપરાંત ઘાટલોડિયા બેઠક પરથી ગુજરાતના મહેસૂલમંત્રી આનંદીબેન પટેલ ચૂંટણી લડી રહ્યાં છે. તેમની સામે કોંગ્રેસે રમેશ પ્રહલાદભાઇ પટેલને મેદાનમાં ઉતાર્યાં છે. જ્યારે કેશુભાઇની જીપીપીએ ચિરાગ ભરતભાઇ પટેલને ઉતાર્યા છે. મહત્વની બાબત એ છે કે આ વખતે નવા સીમાંકનમાં પોતાની જીત પાકી કરવા માટે નરેન્દ્ર મોદીના ખાસ ગણાતા આનંદીબહેન પટેલને ઘાટલોડિયાની બેઠક આપવામાં આવી છે. આ વિસ્તારમાં ભાજપનો દબદબો છે. અહીં ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન અમિત શાહનું વર્ચસ્વ છે. જો કે નરેન્દ્ર મોદીના કહેવાથી અમિત શાહે પોતાની આ બેઠક આનંદીબહેન પટેલને આપી છે.

હવે અમિત શાહ ભાજપની તરફેણવાળા ગણાતી નારણપુરા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. રસપ્રદ બાબત એ છે કે એક સમયે ભાજપમાં રહીને ચૂંટણી જીતનારા પૂર્વ ધારાસભ્ય ડૉ. જીતુભાઇ પટેલ આ વખતે ભાજપ સાથેના અસંતોષને કારણે કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસની ટિકીટ પરથી તેઓ અમિત શાહને પડકાર આપી રહ્યા છે. નોંધપાત્ર બાબત એ છે કે આ બેઠક પરથી કેશુભાઇની જીજીપી તરફથી કોઇએ ઉમેદવારી નોંધાવી નથી.

આ વખતે ભાજપ શાનદાર બહુમતીથી વિજય મેળવે તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે આગળ વધશે. ત્યારે ભાવિ મુખ્યમંત્રી માટે ચર્ચાતા નામોમાંથી એક અને ઉદ્યોગ પ્રધાન સૌરભ પટેલે પણ પોતાની જીત પાક્કી કરવા માટે આ વખતે પાર્ટીને બોટાદને બદલે આકોટા પરથી લડવા દેવાની વિનંતી કરી હતી. તેમની સામે કોંગ્રેસે લલિત પટેલ અને જીપીપીએ અરેશકુમાર પ્રજાપતિને ઉતાર્યા છે.

આ ઉપરાંત લોકોની નજર કઇ બેઠકો પર રહેશે તેના પર એક નજર કરીએ તો...

1. મણિનગર : ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભાજપની ટિકીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટ ચૂંટણી લડી રહ્યા છે.

2. ભુજ : ભાજપના મહિલા ઉમેદવાર ડૉ. નીમાબહેન આચાર્ય ચૂંટણી લડી રહ્યા છે. તેમના સમર્થકોને કારણે છેલ્લાં દાયકાથી તેઓ ચૂંટણી જીતતા આવ્યા છે. તેમની સામે કોંગ્રેસે અમીરઅલી હજીસુસૈન લોઢિયાને ઉતાર્યા છે.

3. અંજાર : ભાજપના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પાછાતજાતિ કલ્યાણ ખાતાના મંત્રી વાસણભાઇ આહિર ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે તેમની સામે વી કે હુંબલને મેદાનમાં ઉતાર્યાં છે.

4. થરાદ : ગુજરાતના રાજ્ય કક્ષાના જળ પુરવઠો, સહકારીતા અને સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રી પરબતભાઇ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે તેમની સામે પટેલ ઉમેદવાર માવજીભાઇ ચતરાભાઇ પટેલને ઉતાર્યા છે.

5. વડગામ : ગુજરાતના કેબિનેટ કક્ષાના સામાજિક ન્યાય, અધિકારીતા મંત્રી ફકીરભાઇ વાઘેલા ભાજપની ટિકીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસે મણિલાલ જેઠાલાલ વાઘેલાને ઉતાર્યા છે.

6. દિયોદર : માલધારી સમાજના આગેવાન અને કોંગ્રેસના ઉમેદવાર ગોવા રબારી મસલ પાવરના કારણે ચૂંટણીમાં વિજય મેળવતા હોય છે. અગાઉ પણ તેમના નામે ટિકીટ નહીં મળવા બદલ કોંગ્રેસ ભવનમાં તોફાન કરવાનું નોંધાયું છે. ભાજપે તેમની સામેથી કેશાજી શિવાજી ચૌહાણને ટિકીટ આપી છે.

7. સિધ્ધપુર : ગુજરાતના આરોગ્યમંત્રી જયનારાયણ વ્યાસ સિધ્ધપુર પરથી ચૂંટણી લડી ચૂક્યા છે. આ અગાઉ પણ તેઓ સિધ્ધપુરથી ચૂંટણી લડીને વિજય મેળવી ચૂક્યા છે. તેમની સામે કોંગ્રેસે પોતાના મજબૂત ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા છે.

8. કડી (અ જા) : આ બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. પાઠલી ચૂંટણીમાં ભાજપના જળ સંશાધન પુરવઠો અને શહેરી વિકાસ પ્રધાન નીતિન પટેલ વિજયી બની ચૂક્યા છે. આ વખતે ભાજપે ગુજરાતી ફિલ્મ અભિનેતા અને ભાજપના પૂર્વ ધારાસભ્યો મહેશ કનોડિયાના ભત્રીજા અને નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યો છે. જ્યારે કોંગ્રેસે તેમની સામે રમેશભાઇ ચાવડાને ઉતાર્યા છે.

9. મહેસાણા : અગાઉ કડીથી ચૂંટણી લડીને જીત મેળવનારા ભાજપના જળ સંશાધન પુરવઠો અને શહેરી વિકાસ પ્રધાન નીતિન પટેલે કડી બેઠક એસસી બનતા મહેસાણા પર પસંદગી ઉતારી છે. પટેલોનો દબદબો ધરાવતી બેઠક પર કોંગ્રેસના નટવર પટેલ તેમને ટક્કર આપી રહ્યા છે.

10. બાયડ : આ વખતે કોંગ્રેસના અગ્રણી નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે ભાજપે ઉદેસિંહ ઝાલાને ઉતાર્યા છે.

11. પ્રાંતીજ : ગુજરાતના રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણ ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસના મહેન્દ્રસિંહ કચરસિંહ બારૈયા ચૂંટણી લડી રહ્યા છે.

12. ઘાટલોડિયા : ગુજરાતના મહેસૂલમંત્રી અને ભાજપના મહિલા ઉમેદવાર આનંદીબહેને પટેલે આ વખતે પાટણને બદલે ઘાટલોડિયાની સુરક્ષિત બેઠક પરથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. તેમની સામે કોંગ્રેસે રમેશ પટેલ (દૂધવાળા)ને ઉતાર્યા છે.

13. વટવા : કાયદો અને ન્યાય તથા સંસદીય બાબતોના રાજ્યકક્ષાના મંત્રી પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજા અસારવાને બદલે વટવાથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે એનસીપીના ઉમેદવાર શૈલેષ ભરવાડ ટક્કર આપી રહ્યા છે.

14. એલિસબ્રિજ : આ બેઠક છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ભાજપનું વર્ચસ્વ ધરાવતી બેઠક પરથી અગાઉ ભાજપના પૂર્વ ધારાસભ્ય સ્વ. હરેન પંડ્યા ચૂંટણી લડતા હતા. હવે ભાજપની અન્યાયી નીતિનો ભોગ બનવાનો આક્ષેપ કરનાર હરેન પંડ્યાના પત્ની જાગૃતિબહેન પંડ્યા જીપીપીની ટિકીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે ભાજપના સીટિંગ ધારાસભ્ય રાકેશ શાહ ચૂંટણી લડી રહ્યા છે. તો કોંગ્રેસના કમલેશ શાહ ચૂંટણી લડી રહ્યા છે.

15. નારણપુરા : ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં આરોપી ગણાવાયેલા અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસે ભાજપના અસંતુષ્ટ ડૉ. જીતુભાઇ પટેલને ટિકીટ આપી છે.

16. જમાલપુર - ખાડિયા : અગાઉ ખાડિયા તરીકે ઓળખાતી બેઠક પરથી ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ સ્વ. અશોક ભટ્ટ ભાજપની ટિકીટ પરથી સતત 8 વાર ચૂંટણી લડી ચૂક્યા હતા. તેમનું અવસાન થયા બાદ યોજાયેલી ચૂંટણીમાં તેમના પુત્ર ભૂષણ ભટ્ટ ભાજપની ટિકીટ પરથી વિજયી બન્યા હતા. હવે નવા સીમાંકન બાદ બદલાયેલા સમીકરણ ભાજપની તરફેણમાં રહે છે કે નહીં અને પુત્ર ભૂષણ ભટ્ટ પિતા જેવું જ વર્ચસ્વ ટકાવી શકશે કે નહીં તે માટે સૌની નજર આ બેઠક પર છે. કોંગ્રેસે સમીરખાન વજીરખાન પઠાણને ઉતાર્યા છે. જ્યારે જીપીપીએ વ્રજેશ ભગવતીપ્રસાદ ભટ્ટને ટિકીટ આપી છે.

17. દાણીલીમડા (અ જા) : આ બેઠક ટિકીટ નહીં મુદ્દે થયેલા પક્ષપલટાને કારણે સૌની નજરમાં છે. કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ ગિરીશ પરમારને ટિકીટ આપવાને બદલે શૈલેષ પરમારને આપતા ગિરીશ પરમાર ભાજપમાં જોડાઇને ચૂંટણી લડી રહ્યા છે. અત્યાર સુધી કોંગ્રેસના પંજામાં રહેલી આ બેઠક પર હવે ભાજપનું કમળ ખીલશે કે નહીં તે જોવાનું રસપ્રદ બની રહેશે.

18. દસક્રોઇ : આ બેઠક એટલા માટે મહત્વની છે કે અહીં ભાજપના ધારાસભ્યા બાબુ જમનાદાસ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. તેઓ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી, અમદાવાદ (એપીએમસી)માં ચેરમેન છે. જેના કારણે કૃષિ સમિતીઓ પર ભાજપનું વર્ચસ્વ વધ્યું છે. તેમની સામે કોંગ્રેસના લક્ષ્મણ અંબાલાલ બારૈયા ચૂંટણી લડી રહ્યા છે.

19. ઉમરેઠ : આ બેઠક પર એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત પટેલ (બોસ્કી) ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ભાજપે અહીં ગોવિંદભાઇ પરમાર જેવા નબળા ઉમેદવારને ઉભા રાખીને બાજી એનસીપીના પક્ષમાં કરી છે.

20. શંકરસિંહ વાઘેલા : આ બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ શંકરસિંહ વાઘેલા ચૂંટણી લડી રહ્યા છે. તેઓ અગાઉ પણ આ બેઠક પરથી ચૂંટણી લડીને જીતી ચૂક્યા છે. ભાજપે તેમની સામે કનુભાઇ ડાભીને ઉતાર્યા છે.

21. વાઘોડિયા : ભાજપના બાહુબલી મધુ શ્રીવાસ્તવ અહીંથી ચૂંટણી લડી ચૂક્યા છે. તેમની સામે કોંગ્રેસના ડૉ. જયેશ પટેલ ચૂંટણી લડી રહ્યા છે.

22. ડભોઇ : આ બેઠક કોંગ્રેસના નામે છે. કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ તથા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલના પુત્ર સિધ્ધાર્થ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. તેઓ અહીંના સીટિંગ એમએલએ છે. તેમના સામે ભાજપના બાલકૃષ્ણ પટેલ ચૂંટણી લડી રહ્યા છે.

23 અકોટા : રાજ્યના ઉદ્યોગ પ્રધાન સૌરભ પટેલે પણ પોતાની જીત પાક્કી કરવા માટે આ વખતે પાર્ટીને બોટાદને બદલે આકોટા પરથી લડવા દેવાની વિનંતી કરી હતી. તેમની સામે કોંગ્રેસે લલિત પટેલ અને જીપીપીએ અરેશકુમાર પ્રજાપતિને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.

lok-sabha-home

English summary
Gujarat Election : Hot constituencies for phase 2.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more