For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ચૂંટણી : બીજા તબક્કાની ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિધ્ધ

|
Google Oneindia Gujarati News

election-commission-of-india-logo
ગાંધીનગર, 23 નવેમ્બર : ગુજરાત વિધાનસભા ચૂંટણી ર૦૧રના જાહેરનામા સાથે ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ર૦૧રની દ્વિતીય તબક્કાની 95 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયાનો આજે વિધિવત પ્રારંભ થયો છે. ચૂંટણી પંચ દ્વારા આજે બીજા તબક્કા માટેનું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

બીજા તબક્કાની ચૂંટણીમાં
95 બેઠકો
23,318 મતદાન મથકો
1.97 કરોડ ઉપરાંત મતદારો
14,175 મતદાન મથક સ્થળ

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2012 માટે આજરોજ રાજ્યના રાજ્યપાલ તરફથી લોકપ્રતિનિધિત્‍વ અધિનિયમ - 1951ની કલમ - 15(2) હેઠળ તેમજ ભારતના ચૂંટણી પંચ દ્વારા આ અધિનિયમની કલમ 30 અને 56 અન્‍વયે ચૂંટણી કાર્યક્રમનું જાહેરનામું બહાર પાડવામાં આવતા ગુજરાતમાં દ્વિતિય તબક્કાની ચૂંટણી પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થયો છે. બીજા તબક્કાની ચૂંટણીઓ અંગેની વિગતવાર માહિતી આપતા રાજ્યના મુખ્‍ય નિર્વાચન અધિકારી અનીતા કરવલે જણાવ્‍યું કે, ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2012ના બીજા તબક્કાની 95 બેઠકો માટે 17 ડિસેમ્બર 2012ના રોજ મતદાન યોજાનાર છે.

મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે, ગુજરાત રાજ્યના 26 જિલ્લાના 225 તાલુકાની 182 વિધાનસભા બેઠકો પૈકી 95 બેઠકોની ચૂંટણી બીજા તબક્કામાં યોજાશે. બીજા તબક્કામાં 23,318 મતદાન મથકો ઉપર 1.97 કરોડ ઉપરાંત મતદારો તેમનો મત આપશે. બીજા તબક્કાના 23,318 મતદાન મથકો 14,175 મતદાન મથક સ્થળ(પોલીંગ સ્ટેશન લોકેશન) પૈકી 11,424 મતદાન દિવસે ઉમેદવારીપત્રો ભરી શકાશે નહીં. 1 મથક સ્થળ ગ્રામ્ય વિસ્તારમાં છે જ્યારે 2751 મતદાન મથક સ્થળ શહેરી વિસ્તારમાં આવેલા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના કાર્યક્રમ આ મુજબ છે.ગુજરાતમાં ચૂંટણીના મહત્વના આંકડા

- કુલ બેઠકો 182, એસસી બેઠકો 13, એસટી બેઠકો 26
- ગુજરાતમાં કુલ મતદાન મથકો 4446
- ગુજરાતમાં કુલ મતદારો 3.78 કરોડ
- ગુજરાતમાં 99 ટકા વોટર કાર્ડ તૈયાર

ગુજરાતમાં ચૂંટણીની તારીખવાર પ્રક્રિયા
અધિસૂચનાની જાહેરાત
પ્રથમ તબક્કા માટે - 17 નવેમ્બર, 2012
દ્વિતિય તબક્કા માટે - 23 નવેમ્બર, 2012

ચૂંટણી ફોર્મ ભરવાની તારીખ
પ્રથમ તબક્કા માટે - 24 નવેમ્બર, 2012
દ્વિતિય તબક્કા માટે - 30 નવેમ્બર, 2012

ચૂંટણી ફોર્મની ચકાસણીની તારીખ
પ્રથમ તબક્કા માટે - 26 નવેમ્બર, 2012
દ્વિતિય તબક્કા માટે - 1 ડિસેમ્બર, 2012

ચૂંટણી ફોર્મ પાછું ખેંચવાની તારીખ
પ્રથમ તબક્કા માટે - 28 નવેમ્બર, 2012
દ્વિતિય તબક્કા માટે - 3 ડિસેમ્બર, 2012

ચૂંટણીમાં મતદાનની તારીખ
પ્રથમ તબક્કા માટે - 13 ડિસેમ્બર, 2012
દ્વિતિય તબક્કા માટે - 17 ડિસેમ્બર, 2012

મતદાન ગણતરીની તારીખ
બંને તબક્કા માટે 20 ડિસેમ્બર, 2012ના રોજ મતગણતરી થશે.

ચૂંટણી પ્રક્રિયાનો છેલ્લો દિવસ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ની પ્રક્રિયાનો અંતિમ દિવસ 24 ડિસેમ્બર, 2012 રહેશે.

English summary
Gujarat Election : notification for second phase issued
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X