18 ડિસેમ્બરની મતગણતરી માટે ઠેર ઠેર ચાંપતો બંદોબસ્ત

Subscribe to Oneindia News

ગુજરાતમાં બે તબક્કામા થયેલા મતદાનની ગણતરી 18 ડિસેમ્બરના રોજ થશે. તેના માટે અમદાવાદ, રાજકોટ, વડોદરા, કચ્છ, ભૂજ, સુરત જેવી તમામ જગ્યાએ ઇવીએમ રાખવામાં આવ્યા છે, તે સ્થળોએ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તેની સઘન સુરક્ષા વ્યવસ્થા માટે સુરક્ષા કાફલો ખડકી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં એલ.ડી એન્જિનિયરરિંગ ખાતે તથા કચ્છ-ભૂજમાં ભૂજની એન્જિનિયરિંગ કોલેજ ખાતે ઇવીએમ સુરક્ષા માટે બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

Gujarat

મતગણતરીના દિવસે સવારે આઠ વાગ્યાથી ગણતરી શરૂ થશે. આ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટીના પ્રાગંણમાં આવેલી પોલિટેકનિકમાં ઇવીએમ રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં જ્યાં જ્યાં મતગણતરી થનાર છે તે તમામ જગ્યાએ જિલ્લા કલેક્ટરોએ જાતે મુલાકાત લઇને સમગ્ર પરિસ્થિતિની જાતસમીક્ષા અને તપાસ કરી હતી. તેમજ આ જગ્યાઓએ 24 કલાક સઘન બંદોબસ્ત રહે તેની વ્યવસ્થા પણ કરી હતી. દરેક સ્થાને ઇવીએમની જાળવણી માટે સીઆરપીએફ સજજ જોવા મળશે

English summary
Gujarat Election 2017: Tight security for Election results day.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.