For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સરકારના કર્મચારીઓના ભથ્થાંમાં 8 ટકાનો વધારો

|
Google Oneindia Gujarati News

gujrat-map
ગાંધીનગર, 23 મે : મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીના અધ્‍યક્ષસ્‍થાને 22 મે ના રોજ મળેલી રાજ્‍ય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત રાજ્‍ય સરકારના કર્મયોગીઓના મોંધવારી ભથ્‍થામાં કેન્‍દ્રના ધોરણે પહેલી જાન્‍યુઆરી-2013થી આઠ ટકાનો વધારો આપવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. કર્મચારીઓને આ મોંધવારી ભથ્‍થું રોકડમાં ચૂકવવામાં આવશે. આમ હવે, ગુજરાત રાજ્‍યના સરકારી કર્મચારીઓને હાલમાં મળતું 72 ટકા મોંધવારી ભથ્‍થું વધીને 80 ટકા થશે.

રાજ્‍ય સરકારના પ્રવક્‍તા નાણાં મંત્રી નીતિન પટેલ અને ઊર્જા મંત્રી સૌરભ પટેલે મુખ્‍યમંત્રીના કર્મયોગી હિતલક્ષી નિર્ણયની વિગતો આપતાં જણાવ્‍યું કે, હાલ રાજ્‍ય સરકારના કર્મયોગીઓને કેન્‍દ્ર સરકારના કર્મચારીઓ સમકક્ષ 72 ટકા મોંધવારી ભથ્‍થું મળે છે અને કેન્‍દ્ર સરકારે તેમાં પહેલી જાન્‍યુઆરી 2013થી આઠ ટકાનો વધારો કરતાં હવેથી ગુજરાત સરકારના તમામ કર્મચારીઓને પણ 80 ટકા મોંધવારી ભથ્‍થું મળવાપાત્ર થશે.

આ કારણે રાજ્‍ય સેવાના અંદાજે 4.86 લાખ કર્મયોગીઓ તથા રાજ્‍ય સેવામાંથી નિવૃત્ત થયેલા 3.77 લાખ પેન્‍શનરોને મોંધવારી ભથ્‍થામાં 8 ટકાના આ વધારાનો લાભ મળશે. આના પરિણામે રાજ્‍યની તિજોરી પર અંદાજિત ર્વાષિક રૂપિયા 1036 કરોડો વધારાનો નાણાંકીય બોજ પડશે. રાજ્‍ય સરકારના મોંધવારી ભથ્‍થામાં આઠ ટકા વધારના આ નિર્ણયનો લાભ રાજ્‍ય સરકારના કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ તેમજ અગાઉ જે ગ્રાન્‍ટ ઈન એઇડ સંસ્‍થાઓને મોંધવારી ભથ્‍થાના વધારાનો લાભ મળવાપાત્ર થતો હોય તેવા કર્મચારીઓને મળવાપાત્ર થશે.

English summary
Gujarat government workers allowances increased by eight percent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X