For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ કોવિડ ફરજ પરના નિવાસી તબીબોનું સ્ટાઈપેન્ડ 40% વધ્યું

ગુજરાતઃ કોવિડ ફરજ પરના નિવાસી તબીબોનું સ્ટાઈપેન્ડ 40% વધ્યું

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં કોરોનાવાયરસનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે કોવિડ 19 ડ્યૂટી પર તબીબો હાજર રહે તે સુનિશ્ચિત કરવા માટે વિજય રૂપાણી સરકારે કોવિડ હોસ્પિટલમાં ફરજ પર રહેલા તમામ રેસિડેન્ટ ડૉક્ટરનું સ્ટાઈપેન્ડ 40% વધારી દીધું છે.

coronavirus

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને જૂનિયર ડૉક્ટર એસોસિએશનના પ્રતિનિધિઓ વચ્ચે શુક્રવારે મળેલી કોન્ફ્રેન્સ બાદ ગુજરાત સરકારે સ્ટાઈપેન્ડ વધારવાનો નિર્ણય લીધો છે.

નોંધનીય છે કે સુરતના તબીબોએ શનિવારથી કામનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી અને એટલું જ નહિ, રાજ્યભરના ડૉક્ટરોએ સુરતના તબીબોને સમર્થન પણ આપ્યું હતું ત્યારે સરકાર હરકતમાં આવી.

હરેક મિનિટે કોરોનાથી 2નાં મોત, પ્રતિ સેકન્ડે 4 લોકો થઈ રહ્યા છે સંક્રમિત, જુઓ ભારતમાં કોરોના કેટલો ખતરનાકહરેક મિનિટે કોરોનાથી 2નાં મોત, પ્રતિ સેકન્ડે 4 લોકો થઈ રહ્યા છે સંક્રમિત, જુઓ ભારતમાં કોરોના કેટલો ખતરનાક

ભરૂચઃ કોવિડ 19 હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 18 લોકોનાં મોતભરૂચઃ કોવિડ 19 હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 18 લોકોનાં મોત

જૂનિયર ડૉક્ટર એસોસિએશનના પ્રેસિડેન્ટ બિસ્વજીત રાજે કહ્યું કે, અમે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે વીડિયો કોન્ફ્રેન્સ કર્યો હતો જેઓ સ્ટાઈપેન્ડ વધારવાની અમારી માંગણી સાથે સહમત થયા. આ અગાઉ જ કરી દેવાનું હતું. હવે સ્ટાઈપેન્ડ વધી ગયું હોય તબીબોએ કામનો બહિષ્કાર કરવાનો તેમનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.

આ સ્ટાઈપેન્ડ વધારાથી સરકારી મેડિકલ કોલેજના 5767 અને GMERSના 634 એમ કુલ 6401 નિવાસી ડૉક્ટર્સને ફાયદો થશે. સરકારે કહ્યું કે આ સ્ટાઈપેન્ડ વધારાથી સરકાર પર 100 કરોડનો બોજો વધશે.

English summary
Gujarat government agreed to increase 40% Stipend of Covid duty resident doctors
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X