પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી
ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો સામાન્ય કરતા ઘણો ઊંચો નોંધાતા લોકો પરેશાન થઈ રહ્યા છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 9 અને 10 માર્ચ દરમિયાન રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરો માટે ખાસ ચેતવણી જારી કરાઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર સહિત બનાસકાંઠામાં આકરો તાપ પડી શકે છે. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને કચ્છમાં પણ ગરમીના મોજાની અસર જોવા મળશે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં 9 થી 11 માર્ચ દરમિયાન ભેજવાળું અને ગરમ વાતાવરણ રહેવાની શક્યતા છે. રવિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 39.4°C નોંધાયું હતું, જે સામાન્ય કરતા ઘણું વધારે છે.
આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પારો અત્યારથી જ 40°C ને પાર કરી ગયો હોવાનું જાણવા મળ્યું છે.
માર્ચ મહિનાની લાંબાગાળાની આગાહી મુજબ, આ વર્ષે ગુજરાતમાં સરેરાશ કરતા વધુ ગરમી પડી શકે છે. વહેલી શરૂ થયેલી આ ગરમીના કારણે લોકોએ અત્યારથી જ સાવચેતી રાખવી અનિવાર્ય બની છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
