For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Paper Leak: પેપર નહીં પણ ભાજપની સરકારે યુવાનોનું ભવિષ્ય ફોડ્યું છે - વિપક્ષના નેતા અમિત ચાવડા

Gujarat Paper Leak: વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં બેઠેલાં લોકો દ્વારા પેપર ફોડીને પોતાના મળતિયાઓને નોકરીમાં ઘુસાડવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Paper Leak: જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવા સંદર્ભે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ પેપર નહીં પણ ભાજપની સરકારે યુવાનોના ભવિષ્ય ફોડવાનું ફરી એક વાર પાપ કર્યું છે.

Gujarat Paper Leak

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવા સંદર્ભે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા અમિત ચાવડાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું છે, પણ આ પેપર નહીં પણ ભાજપની સરકારે યુવાનોના ભવિષ્ય ફોડવાનું ફરી એક વાર પાપ કર્યું છે. બધાએ જોયું કે પાછલા વર્ષોમાં પેપર ફોડવાનું પરંપરા રહી છે. એક - બે વાર નહીં 20 કરતા વધારે વખત પેપર ફોડ્યા. આ પેપરફોડ સરકારને ઘરભેગી કરવા માટે કોંગ્રેસ રસ્તા પર ઉતરી લડી અને યુવાનોની સાથે મળી સંઘર્ષ કર્યો.

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જ્યારે ચૂંટણી આવી હતી, ત્યારે પણ વારંવાર કહ્યું હતું કે, આ પેપરફોડ સરકારને ઘરભેગી કરો, પેપર ફોડવા વાળાને જેલ ભેગા કરો. પણ ગુજરાતના યુવાનો નરેન્દ્ર મોદી, અમિત શાહની વાતોમાં આવી ગયા. બહુમતી આવી અને હવે ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકારને 156નું અભિમાન આવી ગયું. જે પરીક્ષા જુનિયર ક્લાર્કની રવિવારના રોજ યોજાવાની હતી. લગભગ 10 લાખ ગુજરાતના યુવાનો પોતાના ભવિષ્ય માટે પરીક્ષા આપવા જઈ રહ્યા હતા, ત્યાં ફરી પેપર ફૂટ્યું છે, ત્યારે આનો સ્પષ્ટ મતલબ છે કે, ભાજપ સરકારમાં બેઠેલાં લોકો દ્વારા પેપર ફોડીને પોતાના મળતિયાઓને નોકરીમાં ઘુસાડવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે. જેની પાસે પૈસા હોય, લાગવગ હોય તેને જ ગુજરાતમાં સરકારી નોકરી મળે, સામાન્ય ગુજરાતીના દીકરા - દીકરીઓને નોકરી ન મળે તેવું આ ભાજપ સરકારમાં છેલ્લા 27 થી વધુ વર્ષથી ચાલે છે.

વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, મારી ગુજરાતના યુવાનોને વિનંતી છે કે આવો, ફરી એક વાર કોંગ્રેસ તમારી માટે લડવા માંગે છે, સાથે મળીને લડીએ. ખાલી એક પેપર કે એક પરીક્ષા માટે નહીં પણ ગુજરાતમાં કોઈ પણ પેપર ફોડવાની હિંમત ન કરે એવી એકતાનું દર્શન આપણે રસ્તા પર ઉતરી બતાવવું પડશે. આ સરકારની સાન ઠેકાણે લાવવી પડશે.

આ સાથે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સરકારને પણ કહેવું છે, ભારતના પ્રધાનમંત્રી, ગૃહમંત્રીને પણ કહેવું છે કે, તમે મત માંગવા આવ્યા હતા. તમે યુવાનોને ગુજરાતમાં સરકાર બનાવવા માટે અપીલ કરી હતી. હવે આવો યુવાનોને જવાબ આપો. યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ થઈ રહ્યો છે. કોણ જવાબદાર છે? એની તપાસ કરો. જે પણ જવાબદાર હોય તેને તાત્કાલિક જેલ ભેગા કરો. જે પણ મંત્રી - સરકારમાં બેઠેલાં જવાબદાર હોય તેના રાજીનામા લઈ ગુજરાતના યુવાનોને બતાવો તમે ખરેખર યુવાનોની ચિંતા કરો છો.

English summary
Gujarat Paper Leak: Not the paper but the BJP government has destroyed the future of the youth said Amit Chavda
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X