ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

એટીએમ ખુલે તે પહેલા જ લોકોની લાગી લાઇનો, પૈસા નીકળવા થઇ ધક્કામૂક્કી, નીતિન પટેલની ટેક્સ અંગેની જાહેરાત, અને વૃદ્ધાની હત્યા આ તમામ ખબરો પર વિસ્તૃત માહિતી વાંચો અહીં

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અ'વાદ,સુરત,વડોદરા સહિતના શહેરોમાં એટીએમ પર લાગી લાઇનો

અ'વાદ,સુરત,વડોદરા સહિતના શહેરોમાં એટીએમ પર લાગી લાઇનો

આજથી એટીએમ ખૂલી જવાના હોઈ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિત જૂનાગઢ, મહેસાણા, હિંમતનગર, પાલિતાણા, દ્વારકા, અંબાજી સહિતનાના નાના મોટા શહેરો અને યાત્રાધામોમાં લોકોએ એટીએમ સામે લાંબી લાઇનો લગાવી દીધી છે. જોકે ઘણી ઠેકાણે હજી એટીએમ ખૂલ્યા નથી. તો એટીએમની સાથે સાથે બેંક સામે પણ લાંબી કતારો લાગી ગઈ છે. લોકોએ ઓફિસમાં મોડા આવવાની જાણ કરીને પણ બેન્ક તથા એટીએમ સામે લાઇનો લગાવીને વહેલી સવારથી ઉભા રહી ગયા છે. સવારમાં ઠંડીનું પ્રમાણ હોવાથી લોકો સ્વેટર અન શાલમાં સજજ થઇને નાણાકીય ભીડ દૂર કરવા માટે એટીએમ ખાતે ઉમટી પડ્યા છે.

નડિયાદમાં એકલા રહેતા વદ્ધાનું ગળું દબાવીને હત્યા

નડિયાદમાં એકલા રહેતા વદ્ધાનું ગળું દબાવીને હત્યા

નડિયાદમાં એકલા રહેતા વૃદ્ધાનું કોઈએ ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. નડિયાદના પીજભાગોળ વિસ્તારમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધાની લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણમાં જોવા મળ્યું હતું. પરંતુ પોલીસે ઘરમાં તપાસ કરતા માલમત્તા યથાવત હોવાથી હાલ પોલીસ હવે બીજી થીયરી પર તપાસ કરી રહી છે કે વૃદ્ધાની હત્યા શા માટે કરવામાં આવી. સૌ પ્રથમ પાડોશીએ વૃદ્ધાની આ પરિસ્થિતિમાં લાશ જોતા પોલીસને જાણ કરી હતી. વૃદ્ધાના હાથ, સાડીથી બાંધેલા હતા અને મોઢા પર રૂમાલ બાંધીને ડૂચો ખોસ્યો હતો. નોંધનીય છે કે મૃતક વૃદ્ધાના બે પુત્ર વિદેશમાં રહે છે જ્યારે એક પુત્ર શશીકાંતભાઇ પંડીત નડિયાદમાં જ રહે છે.

આજે પ્રબોધિની એકાદશી, તુલસી વિવાહ સાથે થશે લગ્નસરાની શરૂઆત

આજે પ્રબોધિની એકાદશી, તુલસી વિવાહ સાથે થશે લગ્નસરાની શરૂઆત

આજે કારતક સુદ અગિયારસ એટલે કે દેવઉઠી એકાદશી છે જેને પ્રબોધિની એકાદશી કહેવાય છે. આજે ઠેર ઠેર તુલસી વિવાહ થશે ત્યાર બાદ લગ્નસરાનો પ્રારંભ થશે. આજે દેવ દીવાળનો પણ તહેવાર છે. આજના દિવસથી દીવાળીના ઉત્સની સમાપ્તિ થાય છે. ગુજરાતભરના શહેરોમાં આજે વિશેષ પૂજા અર્ચના થશે તથા ભગવાન પાસે શાકભાજીની હાટડી ભરવામાં આવશે. જે ભાવિકો ચાર્તુમાસ દરમિયાન વિવિધ વ્રત નિયમો રાખ્યા હોય છે તેની આજથી પૂર્ણાહુતિ થશે. વૈષ્ણવ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો ચાર્તુમાસ બાદ મૂળા અને રિંગણ ખાવાન શરૂઆત કરે છે.

ટેક્સ ચૂકવણીમાં લેવાશે 500 અને 1000 રૂપિયાની નોટઃ નીતિન પટેલ

ટેક્સ ચૂકવણીમાં લેવાશે 500 અને 1000 રૂપિયાની નોટઃ નીતિન પટેલ

ગાંધીનગર તેમજ અમદાવાદ હાલમાં નાગરિકો ટેક્સ ચૂકવી રહ્યા છે પરંતુ 500 અને 1000ની નોટને કારણ જે સમસ્યા સર્જાઈ તેમાં ઘણા નાગરિકો ટેક્સ ચૂકવી શક્યા નથી. આ સમસ્યાને જોતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેર કર્યું હતું કે ગાંધીનગરમાં આજે રાત્રે 10 વાગ્યા સુધી ટેક્સ ચૂકવવામાં આવશે અને નાગરિકો આ ટેક્સ ચૂકવણી માટે જૂની 500 તથા 1000ની નોટ લાવી શકશે. નીતિન પટેલે સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓને આ આદેશ આપ્યો હતો કે ટેક્સ, સરકારી બિલ અને હપ્તા ભરવા માટે રાત્રે 10 વાગ્યા સુધી 500 અને એક હજારની નોટો સ્વીકારવી. તો અમદાવાદમાં પણ ટેક્સ ચૂકવણી માટે જૂની નોટો સ્વીકારવા માટે જણાવવામાં આવ્યું છે.

જૂનાગઢમાં CMનો વિરોધ કરવા આવેલી રેશ્માની થઈ હતી અટકાયત

જૂનાગઢમાં CMનો વિરોધ કરવા આવેલી રેશ્માની થઈ હતી અટકાયત

જૂનાગઢનાં મુકિત મહોત્સવમાં જ્યારે સીએમ પોહચ્યા હતા ત્યારે પાટીદાર મહિલા નેતા રેશમા પણ ત્યાં પહોંચી હતી અને મુખ્યમંત્રી હાય હાયન નારા લગાવ્યા હોવાની વિગતો સામે આવી છે. જેના પગલે પોલીસે રેશ્મા પટેલની અચકાયત કરી હતી જોકે રેશ્મા જમીન પર બેસી જતા મહિલા પોલીસોએ તેન ટિંગાટોળી કરીનો પોલીસ વાનમાં બેસાડી દીધી હતી તે તસવીરો સામે આવી છે. જૂનાગઢ પાસનાં કેતન પટેલ, રેશ્મા પટેલ, દર્શન રાદડીયા, સહિતના 25 જેટલા પાટીદારોએ હાર્દિકના નામના સૂત્રોચ્ચારો કર્યા હતા અને રસ્તા વચ્ચે બેસી ગયા હતા. અને તેમની પોલીસે અટકાયત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X