Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

જામનગરની રિલાયન્સ રિફાઇનરીમાં આગ, કોંગ્રેસ સધન કરશે નોટબંધી પર તેનો વિરોધ...ગુજરાતના આવા મહત્વના સમાચારો વિગતવાર વાંચો અહીં.

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

પ્રદેશ કોંગ્રેસની જાહેરાત, અમિત શાહના ઘરનો કરશે ધેરાવો

પ્રદેશ કોંગ્રેસની જાહેરાત, અમિત શાહના ઘરનો કરશે ધેરાવો

નોંધનીય છે કે ગુજરાત કોંગ્રેસે નોટપ્રતિબંધ મામલે પોતાના વિરોધ સધન કર્યો છે. અમદાવાદમાં બુધવારે આરબીઆઇ ખાતે કોંગ્રેસે રસ્તા પર શાકભાજી, દૂધ અને અનાજ ઢોળી રસ્તો ચક્કાજામ કર્યો હતો. અને 100થી વધારે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટક પણ કરવામાં આવી હતી. તે બાદ આજે પ્રદેશ કોંગ્રેસ પોતાના આગામી કાર્યક્રમ જાહેર કર્યો છે.

નોટ પ્રતિબંધ પર પ્રદેશ કોંગ્રેસનો આગામી કાર્યક્રમ

નોટ પ્રતિબંધ પર પ્રદેશ કોંગ્રેસનો આગામી કાર્યક્રમ

નોટબંધી પર કોંગ્રેસ પોતાનો વિરોધ દર્શાવવા માટે 24મી નવેમ્બર 2016 એટલે કે આજે બપોરે 2 વાગે કોંગી કાર્યકર્તાઓ અમીત શાહના ઘરનો ધેરાવો કરશે. આ ઉપરાંત 25મીએ સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ રેલ અને એસટી રોકો આંદોલનકાર્યક્રમ તેમજ 26મીએ બાઇક રેલી યોજાશે. અને 27મીએ ભાજપના ધારાસભ્યો અને એમપીના ઘરે દેખાવો કરી, 28મી નવેમ્બરના રોજ કોંગ્રેસ દ્વારા ભારત બંધના એલાનને સમર્થન આપશે.

અમદાવાદમા ફરતી થઈ રૂપિયા 2000ની નકલી નોટ

અમદાવાદમા ફરતી થઈ રૂપિયા 2000ની નકલી નોટ

રૂપિયા 2000ની નોટો હજી જ્યાં ઘણા સુધી પહોંચી નથી ત્યાં તો તેની નકલી નોટ અમદાવાદના બજારમાં ફરતી થઈ ગઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નવી કરન્સી આવ્યાના માત્ર 14 દિવસમાં જ અમદાવાદમાં રૂપિયા 2000ની પ્રથમ બનાવટી ચલણી નોટો ફરતી થયાનો એક કિસ્સો બન્યો છે. અમદાવાદમાં પકવાન ચાર રસ્તા પાસે પાન સેન્ટર ધરાવતા વંશ બારોટને કોઈ ગ્રાહકે 2 હજારની નકલી નોટ પધરાવી હતી. બે હજારની નકલી નોટની ખરાઈ માટે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની લાલ દરવાજા બ્રાંચમાં આપતા આ નોટ નકલી હોવાનું સામે આવ્યું હતું. બેંક સત્તાવાળાઓએ વંશ બારોટ પાસે રહેલી 2 હજારની નકલી નોટ અને અરજી સ્વીકારી લીધી હતી.

જામનગરની રિલાયન્સ રિફાઇનરીમાં આગ, 2ની મોત

જામનગરની રિલાયન્સ રિફાઇનરીમાં આગ, 2ની મોત

જામનગરના મોટી ખાવડી પાસે આવેલી રિલાયન્સ રિફાઈનરીના એક પ્લાન્ટમાં બુધવારે અકસ્માતે આગ લાગતા પ્લાન્ટ પર કામ કરી રહેલા અગિયાર મજૂરો દાઝી ગયા હતા. રાતના ત્રણ વાગ્યાના અરસામાં એક પ્લાન્ટ પર મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે જ આગ લાગતા દાઝેલા મજૂરોને જામનગર ખસેડવામા આવ્યા છે. જેમાં આઠ મજૂરોની જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જયારે બાકીના મજૂરોને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં ગંભીર રીતે દાઝી ગયેલા ચારથી પાંચ મજૂરોની હાલત હાલ ગંભીર ગણાવાઈ રહી છે. અને આ ઘટનામાં હજી સુધી 2 લોકોની મોત થયાનું માનવામાં આવી રહ્યું છે.

આજે રાતથી જૂની 500 અને 1000ની નોટો થશે બંધ

આજે રાતથી જૂની 500 અને 1000ની નોટો થશે બંધ

આજે રાતથી તમામ જગ્યાઓ પર જૂની 500 અને 1000 રૂપિયાની નોટ બંધ થઇ જશે. જેના પગલે લોકો આજે છેલ્લી ધડીએ નોટો બદલાવવા બેંકોમાં પહોંચ્યા હતા. નોંધનીય છે કે આજે પછી તમે તમારી જૂની નોટો રિઝર્વ બેંકમાં 30 ડિસેમ્બર સુધી જમા કરાવી શકો છો.

ખેલ મહાકુંભમાં બાળકોને લઈ જતા ડ્રાઇવરો નશાની હાલતમાં ઝડપાયા

ખેલ મહાકુંભમાં બાળકોને લઈ જતા ડ્રાઇવરો નશાની હાલતમાં ઝડપાયા

વડોદરા શહેરના સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. મોડાસાની પ્રાથર્ના વિદ્યાલય અને અંકલેશ્વરની એસેન્ટ સ્કુલના બાળકોની ટીમો ઘરે પરત જવા માટે નીકળી હતી. ત્યારે બંને કારના ડ્રાઈવરો અને એક કોચે બાળકોને રાહ જોવાનું જણાવ્યું હતું. પણ સ્થાનિકો યુવકોને તેમના નશો કર્યોની જાણ થતા તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે પરિસ્થિતિની ગંભીરતા સમજીને તુરંત ઘટના સ્થળે પહોંચી બાળકો માટે અલગ અલગ વાહનો તથા યોગ્ય ડ્રાઇવરની વ્યવસ્થા કરી હતી. જે બાદ પોલીસે કરાટે ટીમના કોચ અલ્પેશ પરમાર તેમજ બંને કારના ડ્રાઈવરો મનહર કાળુસિંહ રાઠોડ અને રીતેષ અમૃતલાલ શ્રીમાળીને ઝડપી પાડ્યા હતા.

નરોડા દાસ્તાન ફાર્મ પાસેથી મળી આવ્યુ નવજાત બાળક

નરોડા દાસ્તાન ફાર્મ પાસેથી મળી આવ્યુ નવજાત બાળક

અમદાવાદમાં આજે વહેલી સવારે નરોડાના દાસ્તાન ફાર્મના ગોગા મહારાજના મંદિર પાસેથી એક બાળક મળી આવ્યુ હતું. જેને 108 દ્વારા પ્રથામિક સારવાર આપવામાં આવી હતી તેમજ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જે બાદ પોલીસે પણ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પણ વસ્ત્રાપુરમાં કચરાપેટીમાંથી બાળકી મળી આી હતી. ત્યારે હાલ અમદાવાદમાં આવી ધટનાઓ વધી રહી છે.

બેંક ઓફ બરોડમાં પૈસા ઉપડવા ગયેલા વૃદ્ધનું મોત

બેંક ઓફ બરોડમાં પૈસા ઉપડવા ગયેલા વૃદ્ધનું મોત

બોટાદના રાણપુરમાં આવેલી બેંક ઓફ બરોડામાં પૈસા ઉપાડવા આવેલા 7૦ વર્ષીય વૃદ્ધનું હદય રોગના હુમલા થી મોત થયું છે. પૈસા ઉપાડવા તેમજ જમા કરવવા લોકો સવારથી બેંકોની બહાર લાઈન લગાવી બેસી જાય છે ત્યારે રાણપુર તાલુકાના સાગણપુર ગામના જીલુભાઈ ચાપાભાઈ ખાચર પણ બેંક પર પોતાના પૈસા ઉપાડવા આવેલ હતા જીલુભાઈ ના પુત્ર દ્વારા અપાતી માહિતી મુજબ તેમના પિતા સવાર ના ૯ વાગ્યા ની આસપાસ ત્યારે બેંક બહાર નાખેલા મંડપમાં તેઓ બેઠા હતા ત્યારે તેને હદય રોગનો હુમલો આવેલ અને તેમનું મોત થયેલ હતું. જીલુભાઈ પોતે આ પહેલા 4 વખત બેંકમાં પોતાનું ટ્રાન્જેકસાન કરી ચુક્યા હતા

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X