For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત : ધોરણ 10નું પરિણામ 13 જૂને જાહેર કરાશે

|
Google Oneindia Gujarati News

gseb-logo
ગાંધીનગર, 12 જૂન : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઇબી) દ્વારા માર્ચ 2013માં લેવામાં આવેવી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આવતી કાલ બુધવારે, 13 જૂન, 2013ના રોજ જાહેર થશે. આ વર્ષે ધોરણ 10માં 9.81 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ગયા વર્ષ સરખામણીએ ચાલુ વર્ષે પરિણામ અગિયાર દિવસ મોડું જાહેર કરવામાં આવી રહ્યું છે.

બોર્ડના પરિણામ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ચાલુ વર્ષે ધોરણ 10માં સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિ દાખલ કરી છે. ધોરણ 10માં દરેક વિષયના શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના 30 ટકા માર્કશીટમાં દર્શાવવામાં આવશે. તેમજ માર્કશીટમાં ગ્રેડ પણ દર્શાવવા આવશે. ધોરણ 10માં દરેક વિષયમાં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિ અન્વયે પ્રથમ વખત શાળામાં વિદ્યાર્થીઓએ કરેલી પ્રવૃત્તિઓ, અસાઈમેન્ટ સહિતના 30 ગુણ ગણવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ધોરણ 10નું પરિણામ 2 જૂનના રોજ જાહેર થયું હતું. ગયા વર્ષે ધોરણ 10નું પરિણામ 69.10 ટકા આવ્યું હતું. આવતી કાલ ગુરુવારે ધોરણ 10નું પરિણામ બોર્ડની વેબસાઈટ http://www.gseb.org/ પરથી જાહેર કરવામાં આવશે. ધોરણ 10નું પરિણામ મોડું જાહેર કરવામાં આવ્યું હોવાથી ધોરણ 11માં પણ પ્રવેશ પક્રિયા મોડી શરૂ થશે.

બીજી તરફ ધોરણ 1થી 12માં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ 10 જૂનથી થઇ ચૂક્યો છે. ધોરણ 11ની પ્રવેશ પ્રક્રિયાની વિદ્યાર્થીઓની શૈક્ષણિક સત્ર મોડું શરૂ થશે. બોર્ડ દ્વારા ધોરણ 10ની માર્કશીટ ક્યારે આપવામાં આવશે તેની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.

English summary
Gujarat : Standard 10 result will be declared on June 13
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X