For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

થોડી સી હસી, થોડી સી ખુશી ફેલાવે છે ગુજરાતની આ સંસ્થા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નડીયાદ [રાકેશ પંચાલ]: દુનિયામાં અનેક લોકો શારિરીક સમસ્યાઓથી પીડાતા હોય છે. જેમાંથી અમુક જન્મજાત તો પછી અનેક શરીરની યોગ્ય કાળજી ન લેવાને કારણે થતી હોય છે. જન્મજાત ખામી પીડિત વ્યક્તિની કોઈ લાપરવાહી હોતી નથી. તેમ છતાં તેને જીવનભર સંઘર્ષ કરવો પડે છે. તેવી જ એક સામાન્ય ખામી એટલે ચિરાયેલા હોઠ કે તાળવાનો ભાગ. જેનાથી ચહેરાની સુંદરતા છીનવાઈ જાય છે. જેનો ઈલાજ માત્ર સર્જરી છે. પરંતુ આ સર્જરી ઘણી ખર્ચાળ હોય છે.

જેથી તે ગરીબ પરિવારો માટે શક્ય નથી. પરંતુ આ પ્રકારની સર્જરી વિનામુલ્યે ગુજરાતમાં શક્ય બની છે. તેનો શ્રેય દક્ષિણ ગુજરાતમાં આવેલી વાપી ખાતે કાર્યરત એક સંસ્થાને છે. જેણે હરિયા હોસ્પિટલ ખાતે આ પ્રકારની ખામીથી પીડાઈ રહેલા લોકો માટે મફત સર્જરી કરી આપવાનું આયોજન કર્યું છે.

ફિલ્મી હસ્તીઓ વારંવાર હોઠ અને નાકના ભાગે સર્જરી કરવા આવે છે તે સમાચારોમાં આપણે સાંભળીએ છીએ. પરંતુ તેમની જરૂરીયાત અલગ છે. તે પોતાને વધારે સુંદરતા આપવાના હેતુથી હોઠની સર્જરી કરાવતા હોય છે. જેથી તેમની સ્માઈલની ચમક અનેક ચાહકો સુધી પહોંચે. પરંતુ તેથી વિપરિત સમાજમાં એવા પણ લોકો છે જે જન્મજાત ફાટેલા કે ચિરાયેલા હોઠથી પરેશાન છે. અને તેમને શરૂઆતથી આ ખામીને કારણે મજાકનું કારણ બની જતા હોય છે. એકવીસમી સદીમાં સર્જર અનેક લોકોની પરેશાની દૂર કરી રહી છે. પરંતુ સર્જરી હમેશા ખર્ચાળ હોય છે. તેવી પરિસ્થિતિમાં ગરીબ પરિવારો માટે રૂપિયાના અભાવે શક્ય વસ્તું પણ અશક્ય બની જાય છે.

વિનામુલ્યે સર્જરી

વિનામુલ્યે સર્જરી

પરંતુ જાણે દક્ષિણ ગુજરાતની આ સંસ્થાએ અનોખી નેમ લીધી છે. એક વર્ષના સમયગાળામાં આ સંસ્થાએ અનેક લોકોને ચિરાયેલા હોઠ અને તાળવાની ખામી દૂર કરવા માટે મફત સર્જરી કરી આપી છે. હરિયા હોસ્પિટલના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના વાપી શહેર ખાતે રોટરી સ્માઈલ ટ્રેન ક્લેફ્ટ સેન્ટર દ્રારા હરિયા હોસ્પિટલ ખાતે ક્લેફ્ટ સર્જરી વિનામુલ્યે કરવામાં આવી રહી છે.

75 જેટલી સર્જરી

75 જેટલી સર્જરી

અત્યાર સુધીમાં 75 જેટલી હોઠ અને તાળવાને લગતી સર્જરીઓ સફળ રીતે થવા પામી છે. ઓક્ટોમ્બર મહિનામાં સેન્ટરે તેનું એક વર્ષ પૂર્ણ કર્યું છે. જે દરમ્યાન અનેક લોકોએ મફત સર્જરીનો લાભ લીધો છે. આ સેન્ટરે એક વર્ષના ગાળામાં માત્ર બાળકોએ સર્જરી કરાવી હોય તેમ નથી. પરંતુ પુખ્યવયની વ્યક્તિઓએ પણ સર્જરી કરાવી છે. જેમાં મોટાભાગે નવસારી અને દાહનું જેવા વિસ્તારોમાંથી લોકો આવ્યાં છે.

મફત સર્જરી

મફત સર્જરી

સેન્ટર ઈચ્છી રહ્યું છે કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હોઠ અને તાળવાના ભાગે તિરાડથી પીડિત લોકો મફત સર્જરી સેવાનો લાભ લે. અને તે માટે તેઓ લોકોને આગ્રહ કર્યો છે કે જે લોકો આ પ્રકારે હોઠ અને તાળવાના ભાગે તિરાડે હોય અને સર્જરી કરવા ઈચ્છુક હોય તે સેન્ટર ખાતે આવે તેવી અપીલ કરવામાં આવી છે.

સ્માઈલ પિંકીને ઑસ્કર એવોર્ડ મળ્યો હતો

સ્માઈલ પિંકીને ઑસ્કર એવોર્ડ મળ્યો હતો

વાપી સ્થિત પત્રકાર તેજસ દેસાઈના મતે વર્ષ 2009માં સ્માઈલ પિંકી નામની ફિલ્મને બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટ્રી ફિલ્મનો ઑસ્કર એવોર્ડ મળ્યો હતો. જો વાત કરીએ આ ફિલ્મની તો તેમા ફાટેલા હોઠવાળી છોકરી પિંકીની કહાની છે. જે ફાટેલા હોઠને કારણે સમાજમાં મજાકનું પાત્ર બની ગઈ છે. તે ફિલ્મમાં સોશિયલ વર્કર્સે પિંકીની મદદ આવે છે.

એક નવી જીંદગીની ભેટ

એક નવી જીંદગીની ભેટ

જે પિંકીના ફાટેલા હોઠ માટે જરૂરી એવી સર્જરી માટે દરેક પ્રકારની મદદ કરે છે. ત્યારબાદ પિંકી અન્ય સામાન્ય છોકરીઓની જેમ સમાજમાં પોતાનું સ્થાન મેળવે છે. આ ફિલ્મી સ્ટોરી હતી. અને એટલી અસર કરી ગઈ કે જેની સમાજે નોંધ લીધી. તે પ્રકારની જન્મજાત ખામીથી પીડિત વ્યક્તિઓનો મફત ઈલાજ અમારા પંથકમાં થઈ રહ્યો છે તે ઘણી સારી બાબત છે. અને આ લોકો સુધી પહોંચે તે જરૂરી છે.

English summary
The Oscar winning documentary film ‘Smile Pinki’ highlighted the plight of the cleft lip patient in developing countries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X