For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં 67 નવી સરકારી સ્કૂલો બનશે

ગુજરાતમાં 67 નવી સરકારી સ્કૂલો બનશે

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાત સરકારે રાજ્યમાં 67 નવી સરકારી સ્કૂલો બનાવવાનો પ્લાન ઘડી કાઢ્યો છે. આ શાળાઓમાં સસ્તી ફીએ ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહે તે ઉદ્દેશ્ય સાથે ગામડાોમાં નવી શાળા બનાવવાનો પ્લાન ઘડ્યો છે. ટીઓઆઈના અહેવાલ મુજબ વર્ષ 2019-20માં કુલ 118 સરકારી શાળાને મંજૂર કરવામાં આવી હતી પણ કોરોના મહામારીનું બહાનું આગળ ધરી સરકારે આ વર્ષે 67 શાળાનું બાંધકામ શરૂ કરાશે.

schools

શિક્ષણ મંત્રાલયે લાગૂ પડતા જિલ્લા કેલક્ટર્સને પત્ર લખી 67 સ્કૂલ ચણતરનું કામ તરત જ શરૂ કરી દેવા સૂચન કર્યું છે.અમદાવાદ, ધોળકા, ધોલેરામાં ત્રણ નવી સ્કૂલ બનશે જ્યાં જૂની પ્રાઈમરી સ્કૂલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરવામાં આવશે. બનાસકાંઠા, ભરૂચ, તળાજા, મહુવા અને ભાવનગરમાં 6 નવી સરકારી સ્કૂલો બનશે.

જ્યારે દેવભૂમિ દ્વારકામાં 5 નવી શાળા બનશે. આ ઉપરાંત છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, પાટણ, મહીસાગરઅને પંચમહાલમાં પણ નવી સરકારી સ્કૂલો ચાલુ કરવામાં આવશે. આ વિસ્તારોમાં પ્રાથમિક શાળા સિવાયની એકેય શાળાઓ ના હોવાથી અહીં ડ્રોપ આઉટ વધી રહ્યો હતો.

અમદાવાદમાં કોવિડ કૉ-ઓર્ડિનેટર નિયુક્ત કરાશે, PSP ને કરોડનો દંડઅમદાવાદમાં કોવિડ કૉ-ઓર્ડિનેટર નિયુક્ત કરાશે, PSP ને કરોડનો દંડ

English summary
gujarat to get 67 new government schools
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X