For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો છેલ્લાં 11 વર્ષોમાં ગુજરાતમાં થયેલા આતંકી હુમલાની કાર્યવાહી ક્યાં પહોંચી?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 25 ફેબ્રુઆરી: ગત 11 વર્ષોમાં ગુજરાતના અલગ-અલગ શહેરોમાં બોમ્બ વિસ્ફોટ થયા જેમાં અનેલ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો તો ઘણા શારીરિક અને માનસિક રીતે હંમેશા માટે અંપગ થઇ ગયા. પરંતુ ન્યાયની જંગ હજુ સુધી ચાલી રહી છે અને બોમ્બ વિસ્ફોટના હુમલાખોરો વિરૂદ્ધ હજુ સુધી કેસ ચાલી રહ્યાં છે.

આવો જણાવીએ મહત્વપુર્ણ ત્રણ વિસ્ફોટનો સ્ટેટસ રિપોર્ટ

1 અમદાવાદ ટિફિન બોમ્બ કેસ

- 29 મે 2002ના રોજ અમદાવાદ શહેરમાં નગર નિગમ દ્રારા સંચાલિત એએમટીએસ બસોમાં કેટલાક સ્થળોએ બોમ્બ વિસ્ફોટ થયા હતા. બોમ્બ ટિફિનમાં મુકવામાં આવ્યાં હતા. જેથી આ કેસને ટિફિન બોમ્બ કાંડ તરીકે ઓળખવામાં આવે છે

- આ વિસ્ફોટમાં કોઇ જાનહાનિ થઇ ન હતી પરંતુ 13 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.

- આ કેસમાં પોલીસે કુલ 21 લોકોની ધરપકડ કરી છે. આ બધા અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોના લધુમતિ કોમના લોકો છે. પોલીસ તપાસ મુજબ 2002ના રમખાણોનો બદલો લેવા માટે તેમને ગેરકાયદેસર રીતે પાકિસ્તાન જઇને લશ્કર-એ-તોઇબા અને જૈશ-એ-મોહંમદના આતંકવાદી સેન્ટરોમાંથી ટ્રેનિંગ લીધી હતી અને આઇએસઆઇની તપાસ હતી.

- ટ્રેનિંગ લઇ પરત ફરેલા આ લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ કેસની સુનાવણી વિશેષ પોટા કોર્ટમાં થઇ. વિશેષ કોર્ટે શરૂઆતમાં ચાર આરોપીઓને છોડી મૂક્યા જ્યારે બાદમાં સજા સંભળાવી તો પાંચને દોષી માનવામાં આવ્યા અને 12 આરોપીઓને નક્કર પુરાવાના અભાવે છોડી મૂકવામાં આવ્યાં હતા.

- વિશેષ કોર્ટે પાંચ આરોપીઓને દસ વર્ષની સજા સંભળાવી છે, જો કે આ ચૂકાદાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો. ગુજરાત હાઇકોર્ટે પોતાના ચૂકાદામાં એકને છોડી મૂક્યો પરંતુ બાકીના ચાર દોષીઓની સજા વધારીને આજીવન કારાવાસ કરી દિધી.

2 અધરધામ હુમલો

- ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ નજીક આવેલા વિશાળ અક્ષરધામ મંદિર પર 24 સપ્ટેમ્બર 2002ના રોજ સાંજે બે પાકિસ્તાની આતંકવાદી મુર્તુઝા અને અશરફ અલીએ હુમલો કર્યો હતો. તે સમયે મંદિરના પ્રાંગણમાં હજારોની સંખ્યામાં લોકો હાજર હતા. આતંકવાદી હુમલામાં 29 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યાં હતા. આતંકવાદીઓનો સામનો કરવા માટે રાત્રે જ એનએસજીના બ્લેક કમાન્ડોની ટુકડીએ ઓપરેશન કર્યું હતું.

- આખી રાત ચાલેલા ઓપરેશન બાદ 25 તારીખે બપોરે એનએસજીના જવાનોએ બે આતંકવાદીઓને ઠાર માર્યાં હતા. મૃત્યું પામેલા બંને આતંકવાદીઓ પાકિસ્તાની આતંકવાદી સંગઠન જેશ-એ-મોહંમદ સાથે જોડાયેલા છે.

- આ ઓપરેશનમાં એસઆરપીના બે જવાનો અને એનએસજીના એક સૂબેદાર શહીદ થયો હતો. મુઠભેડમાં ઘાયલ થયેલા એક એનએસજી કમાન્ડો સુરજન સિંહનું થોડા મહિના મોત નિપજ્યું હતું.

- આ પ્રમાણે આતંકવાદી હુમલાના કારણે કુલ 33 લોકોના મોત નિપજ્યાં હતા, જ્યારે 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

- પોલીસે આ કેસની તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે આતંકવાદી હુમલાનું કાવતરું રચવામાં જેશ-એ-મોહંમદ અને લશ્કર-એ-તોઇબા એમ બંને આતંકવાદી સંગઠનોનો હાથ હતો.

- વર્ષ 2002ના કોમી રમખાણોનો બદલો લેવા માટે આ આતંકવાદી હુમલાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે આ કેસમાં છ આરોપીઓની ધરપકડ કરી છે: અલ્તાફ હુસૈન, મલિક, આદમ અજમેરી, મહેમૂદ સલીમ શેખ, અબ્દૂલ કયૂમ મંસૂરી, અબ્દુલા કાદરી અને ચાંદ ખાન.

- આ આરોપીઓ વિરૂદ્ધ સાબરમતી સેન્ટ્રલ જેલમાં બનેલી વિશેષ પોટા કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કોર્ટે આ કેસમાં એક જુલાઇ 2006ના રોજ સજાનું એલાન કર્યું હતું. બધા છ આરોપીઓને દોષી ગણાવતાં આદમ અજમેરી, અબ્દુલ કયૂમ મંસૂરી અને ચાંદ ખાનને ફાંસી સજા સંભળાવવામાં આવી હતી તો બીજી તરફ મોહંમદ સલીમ શેખને આજીવન કારાવાસ, અબ્દુલા કાદરીને દસ વર્ષ અને અલ્તાફ હુસૈન મલેકને પાંચ વર્ષની સજા સંભળાવી છે.

- ગુનેગારોએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી પરંતુ ગુજરાત હાઇકોર્ટે પણ એક જૂન 2010ના રોજ પોતાના ચૂકાદામાં બધા આરોપીઓની સજા યથાવત રાખી અને તેમને માફીના લાયક ગણ્યા ન હતા. જો કે તેમની અપીલ સુર્પિમ કોર્ટમાં પેન્ડિંગ છે.

akshardham-gujarat

3 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ

- 26 જુલાઇ 2008ના રોજ અમદાવાદમાં અલગ-અલગ 18 સ્થળોએ દોઢ કલાકના અંતરમાં 22 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ બોમ્બ બ્લાસ્ટમાં કુલ 58 લોકોના મોત નિપજ્યાં હતા, જ્યારે 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

- ગાંધીનગરના કલોલમાં એક ફેક્ટરીની બહાર મુકવામાં આવેલા એક બોમ્બની સમયસર માહિતી મળતાં તેને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યો હતો તો બીજા એક બોમ્બ મણિનગર વિસ્તારમાં કચરાના ઢગલા નજીક મળી આવતાં તેને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યો હતો.

- પોલીસે આ કેસની તપાસ બાદ શોધી કાઢ્યું હતું કે બોમ્બ વિસ્ફોટની આ ઘટનાને પાકિસ્તાની આકાઓના ઇશારે ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે સંકળાયેલા આતંકવાદીઓએ આ આ ઘટનાને પાર પાડી હતી.

- આ બોમ્બ વિસ્ફોટને અંજામ આપતાં પહેલાં કેટલાક મહિનાઓ સુધી કાવતરાના તાણાવાણા ઘટવામાં આવ્યાં હતાં અને બે જગ્યાએ આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી.

- પોલીસે આ કેસમાં કુલ 70 આતંકવાદીઓની ધરપકડ કરી છે. જેમાં એક સમયે સિમીના અધ્યક્ષ રહી ચુકેલા સફદર નાગોરી અને આજમગઢના નિવાસી મુફ્તી બશરનો પણ સમાવેશ થાય છે.

- આ બધાની વિરૂદ્ધ અમદાવાદની વિશેષ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, પરંતુ આરોપીઓએ પુરતા દસ્તાવેજ ન હોવાનો આરોપ લગાવ્યો છે તો બીજી તરફ આ કેસની સુનાવણી ગુજરાત બહાર કરાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ત્યારે આવા સમયે સુપ્રિમ કોર્ટે લગભગ દોઢ વર્ષ સુધી આ કેસની સુનાવણી પર સ્ટે મૂકી દિધો અને અંતે લગભગ આઠ મહિના પહેલાં આ કેસને ફરીથે ચલાવવાનો આદેશ કર્યો છે.

- જો કે આ કેસની સુનાવણી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બનેલી વિશેષ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કોર્ટે અમદાવાદ અને ગાંધીનગરમાં દાખલ 20 કેસ ઉપરાંત સુરત શહેરના પંદર કેસની પણ એકસાથે સુનાવણી કરવામાં આવી રહી છે. જેમાં શહેરના અલગ-અલગ ભાગોમાં બોમ્બ રાખવામાં આવ્યો હતો.

- આ પ્રમાણે કુલ 45 કેસોમાં 17 આરોપીઓ વિરૂદ્ધ સુનાવણી ચાલી રહી છે અને હાલ સુધીમાં 50થી વધુ ગવાહીઓ થઇ ચુકી હોવાનું એબીપી ન્યુઝના અહેવાલ દ્રારા જાણવા મળ્યું છે.

English summary
Gujarat top three Bomb Blast status report.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X