For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત: ગીરમાં સિંહોની અકાળ મૌત અટકી નથી રહી

સિંહોની સુરક્ષાના સરકારી દાવાઓ વચ્ચે ગુજરાતના ગીરમાં ફરી સિંહોની લાશ મળી આવી છે.

|
Google Oneindia Gujarati News

સિંહોની સુરક્ષાના સરકારી દાવાઓ વચ્ચે ગુજરાતના ગીરમાં ફરી સિંહોની લાશ મળી આવી છે. આ સિંહો કેવી રીતે મર્યા તેના વિશે વનવિભાગ ઘ્વારા કોઈ પણ સ્પષ્ટિકરણ નથી આપવામાં આવ્યું ગયા. અઠવાડિયે એક સાવકની લાશ મળી આવી હતી. હવે ફરી એક સિંહની મૌત થયાની ખબર આવી રહી છે, જેમાંથી એક સિંહની લાશથી તેના નખ ગાયબ છે. તેવામાં અંદાઝો લગાવવામાં આવી રહ્યો છે કે તેઓ શિકાર તો નથી કરવામાં આવ્યો?

આ પણ વાંચો: ગુજરાતમાં 3 વર્ષમાં 182 સિંહ કમોતે મર્યા, સરકારે લીધા આ પગલાં

સિંહની લાશને પોસ્ટમોર્ટમ

સિંહની લાશને પોસ્ટમોર્ટમ

હાલમાં એક વન અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે એક સિંહની લાશને પોસ્ટમોર્ટમ માટે જસાધાર એનિમલ સેન્ટર મોકલવામાં આવી રહી છે. આ સિંહની ઉમર લગભગ 10 વર્ષ જેટલી જણાવવામાં આવી રહી છે. જણાવવામાં એવું પણ આવી રહ્યું છે કે સાંજે 6 વાગ્યે મળેલા સિંહની લાશની માહિતી અંગે વન વિભાગે છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ થોડા જ સમયમાં આ સિંહના 12 કરતા પણ વધારે નખ ગાયબ થવાની માહિતી આવી.

ગાયબ થયેલા નખો અંગે અધિકારીઓ મૌન

ગાયબ થયેલા નખો અંગે અધિકારીઓ મૌન

અધિકારીઓ એવી પણ સફાઈ આપી રહ્યા છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા પછી જ સિંહોની મૌતનું સાચું કારણ જાણી શકાશે. પરંતુ ગાયબ થયેલા નખો અંગે અધિકારીઓએ મૌન ધારણ કરી લીધું.

એક સાથે 23 સિંહો મર્યા હતા

એક સાથે 23 સિંહો મર્યા હતા

થોડા મહિના પહેલા દલખાણીયા રેન્જના સરસીયા વીડી વિસ્તારમાં એક જ સમૂહના 26 માંથી 23 સિંહોની મૌત થઇ. જેમાંથી કેટલાક ખતરનાક કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસના શિકાર બન્યા હતા. આ ઘટના પછી રાજ્ય સરકાર ઘ્વારા કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ રોકવા માટે દવા મંગાવવામાં આવી. જેને કારણે થોડા સમયમાં સિંહોના મૌતની ઘટનાઓ ઓછી થઇ ગઈ. પરંતુ ફરી 6 દિવસમાં બીજા સિંહોના મૌતની ઘટનાને કારણે વનતંત્રની કામગીરી પર સવાલ ઉભા થઇ રહ્યા છે.

English summary
Gujarat: Two lion found dead in Gir forest
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X