ગુજરાતમાં પવન સાથે ઠેર ઠેર વરસાદના ઝાપટા

Subscribe to Oneindia News

અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા,ખેડા, આણંદ અને વડોદરા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદી ઝાપટા પડતા વાતારણમાં ઠંડક પ્રસરી હતી. તોફાની પવન ફૂંકાતા વિસ્તારમાં લાઈટના થાંબલા, હોર્ડિંગ અને ઝાડ પડવાની ઘટના બની હતી. રોડ પર ઝાડ પડતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ફાયરની ટીમ દ્વારા રોડ પર પડેલા ઝાડને કાપી દુર કરી રોડ ખુલ્લા કર્યા હતા. પવનની ગતિ એટલી બધી તીર્વ હતી કે નેશનલ હાઇવે પરથી પસાર થતા વાહનોની ગતિ પણ મંદ પડી ગઇ હતી.

rainfall

કેટલાક લોકોએ પોતાના વાહનો પણ થંભાવી દેતા હાઇવે પર લાઇનો લાગી ગઇ હતી. કમોસમી ભાર પવન સાથે વરસાદ પડતા લગ્ન અને જમણવાર કાર્યક્રમોમાં મંડપ ધરાસાઈ થઇ ગયા હતા. ગાંધીનગરમાં વરસાદના ઝાપટા સાથે કરા પણ પડ્યા હતા. અમદાવાદ અને વડોદરા રેલ્વે ટ્રેક પર ઝાડ પડવાની ઘટના બનતા અમદાવાદ આવતી ટ્રેનો મોડી પડી હતી. બીજી બાજુ રેલ્વે યાર્ડમાં પડેલ ખાતર અને અનાજ પલળી જતા નુકશાન થયો છે. ભારે પવનને લઇ ગામડાઓમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. કમોસમી વરસાદને લઇ રાજ્યભરમાં ગરમીનો પારો ગગડ્યો છે સાથે ઉકળાટમાં વધારો થયો છે.

English summary
Gujarat Weather : Heavy rainfall with wind in some districts.
Please Wait while comments are loading...