કડકડતી ઠંડી સાથે ગુજરાતમાં માવઠાનો ખતરો, આવી ગઈ તાજી આગાહી
હવામાન જાણકાર અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતો માટે ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. તેમના મતે ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યમાં ફરી એકવાર માવઠાનું જોખમ છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થવાની અને હળવું ચક્રવાત બનવાની સંભાવના છે. આ સાથે અરબી સમુદ્રમાં પણ હવામાનની હલચલ જોવા મળશે.

આ બન્ને સિસ્ટમની સંયુક્ત અસરને કારણે 22 ડિસેમ્બર પછી ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે અને કમોસમી વરસાદ (માવઠું) પડી શકે છે.
હવામાનના આ ફેરફારો વચ્ચે તાપમાનમાં પણ મોટો ઉતાર-ચઢાવ જોવા મળશે. સવારના સમયે હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થઈ શકે છે, જ્યારે બપોરના સમયે તાપમાન વધીને 29 ડિગ્રીથી 31 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.
16-17 ડિસેમ્બરે ફરી તાપમાનમાં ફેરફાર થશે અને ત્યારબાદ 22 ડિસેમ્બરની આસપાસ ઠંડીનું જોર વધવાની અને કાતિલ ઠંડી પડવાની શક્યતા છે. ઠંડા પવનોનો અનુભવ જાન્યુઆરી મહિનામાં પણ ચાલુ રહેશે.
18 થી 24 ડિસેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) આવવાની અને બંગાળના ઉપસાગરમાં આ સમયગાળામાં ડિપ્રેશન બનવાની શક્યતા છે.
અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને મજબૂત પશ્ચિમી વિક્ષેપના કારણે સર્જાતા સાયક્લોનિક સર્ક્યુલેશનના પરિણામે ગુજરાતમાં માવઠું થવાની સંભાવના રહેશે.
જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પણ પશ્ચિમી વિક્ષેપ આવવાનું અનુમાન છે, જેના કારણે 6 જાન્યુઆરી સુધીમાં ફરી એકવાર વાતાવરણ વાદળછાયું બની શકે છે.
-
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Dhurandhar 2 BO Collection Day 13: 1400 કરોડને પાર ‘ધુરંધર 2’, બોક્સ ઓફિસ પર 13માં દિવસે રચ્યો ઈતિહાસ -
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?










Click it and Unblock the Notifications
