For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના મહત્વના સમાચારોનુ લાઈવ અપડેટ...

ગુજરાતના કોઈ પણ જિલ્લા કે તાલુકામાં બનેલી લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાતી વનઈન્ડિયા લાઈવ અપડેટ..

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં રોજબરોજ બનતી રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક વગેરે ક્ષેત્રની ઘટનાઓથી માહિતગાર થવા માટે અમારા આ સેક્શનમાં લાઈવ અપડેટ જોતા રહો. રાજ્યના મુખ્ય સમાચારોથી વાકેફ રહેવા માટે ગુજરાતી સમાચારનુ લાઈવ સેક્શન રિફ્રેશ કરતા રહો. ગુજરાતના કોઈ પણ જિલ્લા કે તાલુકામાં બનેલી લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાતી વનઈન્ડિયા લાઈવ અપડેટ..

gujarat

Newest First Oldest First
4:30 PM, 31 Jul

સુરેન્દ્રનગરના થાનગઢમાં તરણેતરનો મેળો આ વર્ષે પણ બંધ

વર્તમાન સ્થિતિને ધ્યાને લઇને સરકારની સુચના મુજબ તરણેતરનો મેળો આ વર્ષે પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મંદિર ખુલ્લુ રહેશે અને ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવામાં આવશે. મંદિરમાં 400થી વધુ માણસો ભેગા મળીને દર્શન નહી કરી શકે.
4:28 PM, 31 Jul

ભારે પવનના કારણે ગિરનાર રોપ-વે બંધ

છેલ્‍લા પાંચ દિવસથી ગિરનાર પર 80થી 90 કિલો મીટરની ઝડપે ભારે પવન ફૂંકાતો હોવાથી સળંગ પાંચ દિવસથી રોપ-વે બંધ રાખવાની ફરજ પડી રહી છે. દરરોજ સવારે પ્રવાસીઓની સલામતી માટે સવારે ટેસ્ટિંગ કરવામાં આવે છે ત્‍યારે ભારે પવન ફૂંકાતો હોવાનું નોંધાતું હોવાથી રોપ-વે બંધ રાખવાની ફરજ પડી રહી હોવાનું સંચાલન કરતી કંપનીના અધિકારીએ જણાવ્યું છે જેને કારણે પર્યટકોમાં નિરાશા જોવા મળી રહી છે.
4:25 PM, 31 Jul

રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બીજી અને ત્રીજી ઓગસ્ટે વરસાદનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થશે. જ્યારે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
1:39 PM, 31 Jul

ગુજરાતના 33માંથી 23 જિલ્લાઓમાં એક પણ નવો કોરોના દર્દી નહી

રાજ્યના આરોગ્ય વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ ગુજરાતના બધા 33 જિલ્લાઓમાંથી 23 જિલ્લાઓ એવા છે જ્યાં એક પણ નવો કોરોના દર્દી આવ્યો નથી. શુક્રવારે અમદાવાદમાં માત્ર 5 નવા દર્દીઓની પુષ્ટિ થઈ. વડોદરા જિલ્લામાં 4, જૂનાગઢમાં 3, ભરુચ અને સુરતમાં 2-2 અને અમેરેલી, આણંદ, દાહોદ, ગીરસોમનાથ તેમજ મોરબી જિલ્લામાં 1-1 કોરોના દર્દી સામે આવ્યા છે.
12:12 PM, 31 Jul

ગુજરાતમાં નાનાં એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું નિર્માણ થશે

વિદેશી અને ભારતીય બ્રાંડની કારના ઉત્પાદન હબ બાદ હવે ગુજરાતમાં નાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું ઉત્પાદન થવા જઈ રહ્યું છે. આના માટે રાજ્યના સિવિલ એવિએશન વિભાગ અને એરો ફ્રેયર ઈંક સાથે એમઓયુ કર્યા છે.
11:58 AM, 31 Jul

GSEB HSC આર્ટસ અને કૉમર્સનુ પરિણામ આજે સવારે 8 વાગે જાહેર કરવામાં આવ્યુ.

ગુજરાત બોર્ડનું 12માં ધોરણનુ આર્ટસ અને કૉમર્સનુ પરિણામ આજે 31 જુલાઈ, 2021ના રોજ સવારે 8 વાગે જાહેર કરવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓ gseb.org પરથી ડાઉનલોડ કરી શકે છે.

English summary
Gujarati latests news live update in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X