2 લોકોની મોત પછી, હળવદમાં અજંપા ભરી સ્થિતિ

Posted By:
Subscribe to Oneindia News

ધ્રાંગધા હળવદ પાસે ગત શુક્રવારે દરબાર અને ભરવાડ કોમ વચ્ચે થયેલી માથાકૂટ બાદ ધ્રાંગધ્રા તરફ જતા વાહનો પર પથ્થરમારો કરીને 30થી વધુ વહાનોને આગ લગાડવામાં આવી છે. આ અથડામણમાં બે લોકોને ગંભીર ઇજા થઇ છે જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે બાદ હાલ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસને ખડકી દેવામાં આવી છે. સાથે જ ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. જો કે આ ઘટના કારણે હાઇવે પર પણ લોકોના ટોળે ટોળા જામ્યા હતા. આ ઘટનામાં હજી સુધી બે લોકોની મોત થઇ છે અને 6 લોકોને ગંભીર ઇજા થઇ છે.

halvad riot

પ્રાપ્ત માહિતી મુજબ ભરવાડ સમાજ દ્વારા મંદીરમાં મીટીંગ ચાલી રહી હતી ત્યારે બેસાણાથી પરત ફરતા લોકો સાથે માથાકૂટ અને બાદમાં અથડામણ થઇ ગઇ હતી. જેમાં ગોલાસણના રાણાભાઇ ભરવાડનું મોત થતા ઉશ્કેરાયેલું ટોળાએ પથ્થરમારો અને હાથાપાઇ કરી હતી. જેમાં રાણાભાઇ ભરવાડનું પણ ગંભીર ઇજાએ થવાના કારણે મોત થયું છે. જે બાદ હળવદ સમેત ધ્રાંગધા, સુરેન્દ્રનગરમાં તેના ગંભીર પ્રત્યાઘાતો પડ્યા છે. શનિવારે પણ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પણ હજી પણ ભરેલા અગ્નિ જેવી સ્થિતિ બનેલી છે. વળી શુક્રવારે આ ઘટના પછી ધ્રાંગધા હળવદ હાઇવેને પણ બંધ કરવામાં આવ્યો છે.

English summary
Halvad :Two people killed in clash between two Groups. Read here more news on it.
Please Wait while comments are loading...