હાર્દિક પટેલના વધુ પાંચ કથિત વીડિયો યૂટ્યૂબ પર થયા વાયરલ
ચૂંટણીના થોડા સમય પહેલા જ હાર્દિક પટેલના વધુ પાંચ વીડિયો બહાર આવ્યા. જેમાં તેના જેવા દેખાતો વ્યક્તિ અને યુવતી દેખાય છે.
પાટીદાર નેતા હાર્દિક પટેલના નવા પાંચ કથિત વીડિયો યુટ્યૂબ પર વાયરલ થયા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ તેની કથિત સેક્સ સીડી બહાર પડવાની વાત બહાર આવી હતી. તે પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા ફરી તેના નવા પાંચ કથિત વીડિયો બહાર પડ્યા છે.હાર્દિક પટેલના નવા 5 કથિત વીડિયોમાં અગાઉના વીડિયો કરતા નવી યુવતી અને PAASના અન્ય કન્વીનરો દેખાય છે. નોંધનીય છે કે હાર્દિક પટેલ એન્ડ ગેગ નામથી યુટ્યૂબ પર આ પાંચ નવા વીડિયો બહાર પાડવામાં આવ્યા છે. આ કથિત વીડિયોમાં પાસના કન્વીનર હાર્દિક પટેલ અને એક યુવતી દેખાય છે. સાથે જ અંધારામાં પણ કેટલાક વીડિયો રજૂ કરવામાં આવ્યા છે.

આ પાંચ નવા વાયરલ થયેલા વીડિયોમાં હાર્દિક જેવો દેખાતો યુવાન એક યુવતી સાથે જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ હાર્દિકના કેટલાક કથિત વીડિયો જાહેર થયા હતા. જે બાદ હાર્દિકે આ તમામ વીડિયોને ભાજપનું ગંદુ રાજકારણ કહી જણાવ્યું હતું કે લોકો વિકાસની સીડી જોવા માંગે છે. એક યુવકની સીડી નહી. જો કે આ તમામ વીડિયો કેટલા સાચા છે કે નહીં તે વાતની પૃષ્ઠી વનઇન્ડિયા નથી કરી રહ્યું. પણ વીડિયોમાં જે માહિતી આપી છે અને જે દેખાય છે તે અંગે જાણકારી આપી રહ્યા છીએ.












Click it and Unblock the Notifications
