Hardik Patel : બીયર પીતા હાર્દિક પટેલના વધુ ત્રણ કથિત વીડિયો બહાર

હાર્દિક પટેલનો વધુ એક કથિત વીડિયો બહાર આવ્યો. જેમાં તે એક યુવતી સાથે બીયર પીતો દેખાય છે. તેની સાથે પાસના અન્ય નેતા પણ છે.

સોમવારે હાર્દિક પટેલનો યુટ્યુબ પર એક કથિત વીડિયો રિલીઝ થયેલા જે બાદ આજે ફરીથી યુ ટ્યુબ પર વધુ 3 થી ચાર કથિત વીડિયો રિલીઝ કરવામાં આવતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ કથિત વીડિયોમાં પાસના વધુ બે કન્વીનર પણ જોવા મળે છે. કે દારૂની બોટલ પણ સાથે લાવે છે અને એક યુવતી પણ છે. તે પણ દારૂ પીવે છે. અગાઉ હાર્દિક પટેલે કહ્યું હતું કે આ વીડિયો મોર્ફ કરેલો છે. પણ આજના વીડિયો માં હાર્દિક સ્પષ્ટ દેખાઈ છે. હાર્દિકે મુંડન પણ કરેલું છે. કહેવાય છે કે આ વીડિયો હાર્દિકની ન્યાય યાત્રા બાદનો છે. જેથી તેની મુશ્કેલી વધી શકે તેમ છે. આ અંગે પાસ ના એક કન્વીનરે નામ ન આપવાની શરતે કહ્યું કે આ વીડિયો થી પાસની મુશ્કેલી વધી શકે તેમ છે. આજે વધુ વિડિઓ પણ રિલીઝ થાય તેમ છે. અને હાર્દિકની રેલીમાં તેની અસર થઈ શકે તેમ છે.

hardik patel

ઉલ્લેખનીય છે કે સોમવારે એક યુવતી સાથે બહાર પડેલા વીડિયો પછી હાર્દિક પટેલ કહ્યું હતું કે આ વીડિયો ખોટો છે. અને ભાજપ દ્વારા તેને બદનામ કરવા માટે અને ગંદી રાજનીતિ રમવા માટે આ વીડિયો બહાર પાડવામાં આવ્યા છે. જો કે ભાજપે હાર્દિકના આરોપ ખોટા હોવાનું જણાવ્યું હતું. તે પછી ફરી આજે ચાર વીડિયો બહાર પડતા અને તેમાં દારૂની બોટલ પણ દેખાતા આવનારા સમયમાં હાર્દિકની મુશ્કેલી વધે તેવી સંભાવના છે. જો કે આ વીડિયો અંગે હાર્દિકે હજી કોઇ પ્રતિક્રિયા નથી આપી. પણ સોમવારે તેણે જણાવ્યું હતું ક ે મને બદનામ કરવા માટે આવનારા દિવસોમાં આવા વધુ વીડિયો આવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X