For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Hardik Patel : સત્તા પરિવર્તન નહીં વ્યવસ્થા પરિવર્તન?

હાર્દિક પટેલે ફરીથી ભાજપ સરકાર વિરૂધ્ધ આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. પણ, આ વખતે હાર્દિક પટેલે સતા પરિવર્તન નહી વ્યવસ્થા પરિવર્તનની વાત કરી હતી. ત્યારે હાર્દિક પટેલના ફ્યૂચર પ્લાન શું છે જાણો અહીં.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોગ્રેસની જેમ અલગ પક્ષ જેવુ પર્ફોમન્સ આપનાર હાર્દિક પટેલે ફરીથી ભાજપ સરકાર વિરૂધ્ધ આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. પણ, આ વખતે હાર્દિક પટેલે સતા પરિવર્તન નહી વ્યવસ્થા પરિવર્તનની વાત કરી છે. હાર્દિક પટેલે રવિવારે પોતાના આગામી કાર્યક્રમની વાત કરી છે. જેમાં જણાવ્યું છે કે બે મહિના બાદ સમગ્ર ગુજરાતમાં ગુજરાત જનજાગૃતિ યાત્રાને પ્રારંભ થશે. ત્યારે હાર્દિક પટેલ શું નવી રણનીતિ અપનાવી છે જાણો અહીં...

હાર્દિક પટેલ

હાર્દિક પટેલ

હાર્દિક પટેલે જણાવ્યું છે કે બે મહિના બાદ સમગ્ર ગુજરાતમાં ગુજરાત જનજાગૃતિ યાત્રાને પ્રારંભ થશે. જેમાં 18 દિવસ સુધી ગુજરાતના 26 જિલ્લાઓમાં આ યાત્રા નીકળશે. હાર્દિક પટેલે જણાવ્યું હતુ કે આ યાત્રાનો પ્રારંભ જુનાગઢ જિલ્લામાંથી કરાશે. આ યાત્રાનો હેતુ અનામત, યુવા રોજગારી અને ખેડુતોના મુદે સરકાર સામે બાયો ચડાવશે.

ગુજરાત ખેડૂત

ગુજરાત ખેડૂત

હાર્દિક પટેલ કહે છે કે ગુજરાતને વેરથી પ્રેમથી બદલીશુ અને સત્તા પરિવર્તન માટે નહી પરંતુ વ્યવસ્થા પરિવર્તન માટે લડીશુ યાત્રાનો ઉદેશ ત્રણ મુદ્દાનો છે. પટેલ સમાજને બંધારણીય અનામતનો લાભ, અન્ન દાતા ખેડૂતોનું દેવુ માફ કરો અને ખેડૂતની આવક બમણી કરો અને શિક્ષિત યુવકોને રોજગારી ઉપલબ્ધ કરો

હાર્દિક પટેલની નવી રણનીતિ

હાર્દિક પટેલની નવી રણનીતિ

જો કે નવાઇની વાત એ છે કે આ વખતે હાર્દિક પટેલ તેના ક્રાંતિકારી સ્વભાવથી અલગ રીતે જાહેરાત કરી છે. તેની પાછળ તેનું ક્યુ તર્ક રહેલુ છે તે પણ મોટો સવાલ છે. બીજી વાત એવી પણ છે કે હાર્દિક પટેલ પર થયેલા નાણાંકીય હિસાબો, પાટીદાર અનામત ફંડનો ગેર ઉપયોગ અને તેના સાથીદારો સાથે આંદોલન દરમિયાન શરાબ અને સુંદરી સાથે વાયરલ થયેલા કથિત ફુટેજને લીધે તે હવે ધીમેધીમે આગળ વધી રહ્યો છે અને તેની સાથે રહેલા લોકોની હલચલ તેમજ તેમના વર્તનને પણ ઓબર્ઝવ કરીને પોતાના કાર્યક્રમ બનાવી રહ્યો છે.

હાર્દિક પટેલ

હાર્દિક પટેલ

ત્યારે હવે વિધાનસભાની ચૂંટણી બાદ તેની ચળવળમાં તેને કેટલી સફળતા મળશે તે તો આગામી સમય જ બતાવશે પણ એક વાત નક્કી છે કે જે રીતે વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલે ભાજપને જીત માટે ફાંફા પાડી દીધા હતા અને હવે લોકસભાની ચૂંટણીમાં પણ હાર્દિક મહત્વનો રોલ ભજવશે તે વાત નક્કી છે. જો કે તે પહેલા ફરીથી હાર્દિકે પોતાનો ઓરીજીનલ રંગ પાછો લાવવો પડશે અને ફરીથી યુથને સાથે રાખીને વધુ મેચ્યોરીટીથી આગળ વધવુ પડશે.

English summary
Hardik Patel restart his Reservation campaign with fresh strategy. Read more news on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X