52 કિલોમીટરનો લાંબો રોડ શો કરી હાર્દિકે સ્થાપ્યો રેકોર્ડ
પાટીદાર લીડર અને યુથ આયકોન હાર્દિક પટેલની લોકપ્રિયતા દિવસે દિવસે વધી રહી છે. આજે હાર્દિક પટેલે મંજૂરી વિનાનો રોડ શો કર્યો હતો. અને આમ કરીને તેણે એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
પાટીદાર લીડર અને યુથ આયકોન હાર્દિક પટેલની લોકપ્રિયતા દિવસે દિવસે વધી રહી છે. નોંધનીય છે કે હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી પણ રોડ શો અને જનસભાઓ કરી રહ્યા છે. બીજી તરફ હાર્દિક પટેલ પણ રોડ શો અને જનસભાઓ કરીને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. આ તમામની વચ્ચે આજે હાર્દિક પટેલે મંજૂરી વિનાનો રોડ શો કર્યો હતો. અને આમ કરીને તેણે એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

નોંધનીય છે કે 25મી ઓગસ્ટ 2015ના રોજ જીએમડીસીમાં મહાક્રાંતિ રેલી યોજી હતી જે ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી રેલી બની હતી અને સરકાર ચોંકી ઉઠી હતી. ત્યારે આજે યોજેલો શો ગુજરાતનો સૌથી મોટો રોડ શો બની ગયો છે. જેમાં હાર્દિકે 52 કિલો મીટર લાંબો રોડ શો યોજાયો હતો. જેની લંબાઇ ત્રણ કિલો મીટર સુધી હતી. અગાઉ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ચાર શો યોજાયા હતા. પણ હાર્દિક પટેલના રોડ શોએ નવો ઇતિહાસ બનાવ્યો છે.












Click it and Unblock the Notifications
