હાર્દિક પટેલના વીડિયો પર સોશ્યલ મીડિયાની પ્રતિક્રિયાઓ વાંચો

Posted By:
Subscribe to Oneindia News

સોમવારે હાર્દિક પટેલનો એક કથિત વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ ગયો. તે પછી હાર્દિક પટેલે આ વીડિયોને ખોટો હોવાનો દાવો કરે ભાજપ આ દ્વારા તેના પર દોષારોપણ કરી રહી છે તેવો આરોપ લગાવ્યો. આ મામલે લાલજી પટેલ જેવા પાટીદાર નેતા અને શક્તિસિંહ ગોહિલ જેવા કોંગ્રેસી નેતાએ તેને હાર્દિકની પર્સનલ લાઇફ ગણાવી આ વાત પણ ટિપ્પણી કરવાની ટાળી. ભાજપના નેતાઓએ આ અંગે કહ્યું કે હાર્દિક ભાજપ પર ખોટા આરોપ ના મૂકે તેને લાગતું હોય કે ભાજપે આ સીડી બહાર પાડી છે કે આ સીડી ખોટી છે તો કોર્ટમાં આ વાતની સાબિતી આપે. જો કે આ દોષારોપણ અને સાચી ખોટી વાતને સાઇડમાં રાખીએ તો સોશ્યલ મીડિયામાં પણ ગત રાતથી આ મામલે અનેક લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે લોકો આ મામલે શું શું કહી રહ્યા છે જાણો અહીં....

હાર્દિક પટેલના વીડિયો મામલે પ્રતિક્રિયા

હાર્દિક પટેલનો કથિત વીડિયો વાયરલ થયા પછી ભાજપ તરફી જૂથો દ્વારા બેશર્મ હાર્દિક જેવા ટેગ ગત રાતથી જ ટ્વિટર પર ટ્રોલ થઇ રહી છે. જેમાં હાર્દિક પટેલ પણ આ રીતેની અનેક ટિપ્પણી કરવામાં આવી રહી છે. જો કે બીજી તરફ હાર્દિક પટેલ આ તમામ આરોપોને ખોટો કહ્યા છે.

હાર્દિક પટેલનું મુંડન ટ્વિસ્ટ

તો બીજી તરફ પાટીદાર કાર્યકર્તાઓ દ્વારા સોશ્યલ મીડિયા પર તેવા પણ ટ્વિટ કરવામાં આવી રહ્યા છે કે હાર્દિક પટેલનો આ વીડિયો ફેક છે. તેમનું કહેવું છે કે જે તારીખે એટલે કે 16મીનો આ વીડિયો કહેવામાં આવે છે ત્યારે તો હાર્દિકે અનામત વિરોધ મામલે મુંડન કરાવ્યું હતું. જો કે હાર્દિક પણ આને ભાજપની રાજકીય ચાલ જ ગણાવ્યું છે.

હાર્દિક પટેલ પર થીયરી

એટલું જ નહીં હાર્દિક પટેલ અને આ કથિત વીડિયો પર લોકોની અલગ અલગ થીયરી પણ હવે સોશ્યલ મીડિયામાં બહાર આવવા લાગી છે. કોઇ તેને ભાજપની સીડી ગણાવે છે તો કોઇ કોંગ્રેસ અને પટેલની મીલી ભગત.

પાટીદારોનું શુંં કહેવું છે?

જો કે હાર્દિક તરફી લોકો આ તમામ વાતે ભાજપ વાંક પણ નીકાળી રહ્યા છે. પાટીદાર તરફી લોકોએ આ મામલે સોશ્યલ મીડિયા પર આવા પણ ખુલાસા કર્યા છે. જો કે આ મામલે 18મી તારીખ સુઘી વધુ ખુલાસા થવાની સંભાવના છે. કારણ કે હાર્દિકે આ મામલે 18મી તારીખ સુધીમાં કાયદાકીય પગલાં લેવાની વાત કરી છે.

English summary
Hardik Patel Sex video : Read social Media reaction on it

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.