બોટાદ ખાતે હાર્દિક પટેલની ચિંતન શિબિર શરૂ, રાજકારણ ગરમાયું

Written By:
Subscribe to Oneindia News

શનિવારે, પાસ કન્વીનર હાર્દિક પટેલે 3000 જેટલા ગ્રામીણ પાસ કન્વીનરોન કાફલા સાથે બોટાદ ખાતે પાસની ચિંતન શિબિર માટે પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પછી અનામત આંદોલનને કંઇ દિશામાં લઇ જવાનું છે તે અંગે આ ચિંતન શિબિર કરવામાં આવી રહી છે. ચિંતન શિબિર આ પહેલા હાર્દિક પટેલે સારંગપુર બજરંગબલી અને ગઢડામાં સ્વામિનારાયણ મંદિરના આશીર્વાદ લીધા હતા. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલની આ ચિંતન શિબિર 3થી 4 કલાક ચાલશે તેમ મનાઇ રહ્યું છે. જો કે આ ચિંતન શિબિરના કારણે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે.

Hardik patel

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટરની અસર સ્પષ્ટ પણે જોવા મળી હતી. તો ચિંતન શિબિરના એક દિવસ પહેલા પાસના ભૂતપૂર્વ કન્વીનર દિનેશ બાંભણીયાએ પણ અનેક ગંભીર આરોપ હાર્દિક પટેલ પર લગાવ્યા છે. તેણે આ શિબિરને કોંગ્રેસના એજન્ટોને અધિકૃત રીતે પાસમાં સમાવવા માટે યોજના ગણાવી છે. સાથે જ તેણે હાર્દિક પર શહીદાના પૈસા ખાવાનો આરોપ પણ લગાવ્યો છે. તો બીજી તરફ હાર્દિક પટેલે આ ચિંતન શિબિર પછી પાસનું નવસર્જન કરી રહ્યો છે. સાથે જ 2019ની લોકસભાની ચૂંટણી પહેલા અનામત આંદોલન જલદ બનાવવા અને ગ્રામીણ પછી શહેરી વિસ્તારોમાં પણ તેનું વર્ચસ્વ વધે તે રીતનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. વધુમાં મનાઇ રહ્યું છે કે ચિંતન શિબીરમાં નિતિન પટેલને થયેલા અન્યાય અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

English summary
Hardik Patel started PAAS Chintan Shibir at Botad today.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.