For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NEET મામલે ધરણા કરતા વાલીઓને હાર્દિકનું સમર્થન

હાર્દિક પટેલે નેટનો વિરોધ કરી રહેલા વાલીઓને સમર્થન આપ્યુ. ગુજરાતની શિક્ષણ પદ્ધતિ માટે નેટની પરીક્ષા અયોગ્ય છે તેવું તેને જણાવ્યું. જાણો હાર્દિક આ અંગે બીજું શું કહ્યું અહીં..

By Oneindia
|
Google Oneindia Gujarati News

પાટીદાર અનામત આંદોલન સમિતિનાં કન્વીનર હાર્દિક પટેલે ગુરુવારે બપોરે નીટની પરીક્ષા અને તેના નિયમોનો વિરોધ કરી રહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં વિધાર્થીઓની વિવિધ માંગોને સમર્થન આપતા કરતા હાર્દિકે જણાવ્યું કે, નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને અલગથી તૈયારી કરવી પડે છે. એક તરફ ગુજરાતમાં શિક્ષણ નિમ્ન કક્ષાનું આપવામાં આવે છે અને બીજી તરફ વિધાર્થીઓને પૂરતી સગવડતા પણ નથી આપવામાં આવતી.

hardik patel

અત્રે ઉલ્લેખનાય છે કે મેડિકલ.પ્રવેશ માટે લેવાતી પરીક્ષા અંગ્રેજીમાં લેવાય છે. જેને ગુજરાતીમાં લેવા, તેમજ ગુજરાતીનું અલગ મેરિટલિસ્ટ અને અલગ પેપર કાઢવામાં આવે તેવી માંગ વાલીઓ કરી રહ્યા છે. વાલીઓએ આ માંગ સાથે રાજ્ય સરકાર અને હાઇકોર્ટ બંન્નેના દ્વાર ખખડાવી જોયા છે, પણ તેનું કોઈ પરિણામ નથી મળ્યું. સુપ્રીમ કોર્ટ પણ આ મામલે ગુજરાતના વિદ્યાર્થીઓ જોડે અન્યાય થયો હોવાનો સ્વીકાર કરી ચુકી છે પરંતુ તે અંગે કોઈ પગલા લેવામાં નથી આવ્યા. તો બીજી તરફ નેટની પરીક્ષામાં થતી આ સમસ્યા માટે તામિલનાડુમાં સરકાર વટ હુકમ બહાર પાડીને ત્યાંના વિદ્યાર્થીના હિતમાં પગલુ ભર્યું છે. હવે જોવાનુ એ છે કે ,ગુજરાત સરકાર આ વાલીઓની માંગ કયારે સાંભળે છે.

patel hardik
English summary
Hardik patel supported NEET Examination protest. Also blamed Gujarat Education system. Read here more on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X