For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપમાં શામેલ થતા પહેલા હાર્દિક પટેલે કર્યુ ટ્વિટ - પીએમ મોદીનો નાનકડો સિપાહી બનીને કરીશ કામ

ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલ આજે ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલ આજે ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થશે. થોડા દિવસ પહેલા જ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતુ ત્યારબાદથી જ અટકળો લગાવવામાં આવી રહી હતી કે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થઈ શકે છે. હવે ખુદ હાર્દિક પટેલે ટ્વિટ કરીને આની માહિતી આપી છે. હાર્દિક પટેલે ટ્વિટ કરીને લખ્યુ, રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત અને સમાજ હિતની ભાવનાઓ સાથે આજે નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઈ રહ્યો છુ. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ચાલી રહેલ રાષ્ટ્રસેવાના ભગીરથ કાર્યમાં નાનો સિપાહી બનીને કામ કરીશ.

hardik patel

નોંધનીય છે કે ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેથી ચૂંટણી પહેલા હાર્દિક પટેલનું કોંગ્રેસ છોડવુ પાર્ટી માટે મોટો ઝટકો છે. બીજી તરફ હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટી માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. હાર્દિક પટેલ 2015માં ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે પાટીદાર સમુદાય માટે અનામતની માંગ કરી હતી અને ઐતિહાસિક રેલી કાઢી હતી. હાર્દિક પણ ભાજપના સખત ટીકાકાર રહ્યો છે જેના કારણે ભાજપ સરકારે તેની સામે રાજદ્રોહનો કેસ પણ દાખલ કર્યો હતો.

જો કે આજે હાર્દિક પટેલ સવારે 11 વાગે ભાજપમાં જોડાવા જઈ રહ્યો છે. હાર્દિકે 18 મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ હતુ. પોતાના રાજીનામામાં હાર્દિક પટેલે રાહુલ ગાંધી પર સવાલો ઉઠાવ્યા હતા. તેણે કહ્યુ હતુ કે પાર્ટીને સ્વતંત્ર રીતે નિર્ણય લેવાનો અધિકાર નથી. ગુજરાતમાં હાર્દિક પટેલને રાજ્યના મોટા પાટીદાર નેતા ગણવામાં આવે છે. તે જે ગામમાંથી આવે છે ત્યાં મોટી સંખ્યામાં પાટીદારોની વસ્તી છે. હાર્દિક પટેલે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સહજાનંદ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યુ છે. હાર્દિકના બાળપણમાં કિંજલ સાથે લગ્ન થયા હતા. કિંજલના પિતા રાજ્યમાં રિયલ એસ્ટેટના વેપારી છે.

English summary
Hardik Patel to join BJP today says I will be PM Modi's small soldier.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X