હાર્દિક પટેલે ટ્વિટ કરી પૂછ્યા સવાલ, મોદી સાહેબ રંગ બદલું
હાર્દિક પટેલે એક પછી એક ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુશ્કેલીઓ વધારી. જાણો ટ્વિટમાં હાર્દિકે શું કહયું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન શરૂ થતા પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. પાસ નેતા હાર્દિક પટેલે પીએમ નરેન્દ્ર મોદી અને તેમના પાકિસ્તાન મામલે કરેલા ભાષણો અંગે ટ્વિટ કરીને એક પછી એક તેમની પણ કટાક્ષ કર્યો છે. સાથે જ હાર્દિક પટેલે તે સવાલ પણ પુછ્યો છે કે કોંગ્રેસ નેતા અને પાકિસ્તાન વચ્ચે મીટિંગ ચાલી રહી છે તેવું મોદીજીને કેવી રીતે ખબર? બીજા એક ટ્વિટમાં હાર્દિક પટેલે કહ્યું કે પાછલા 70 વર્ષમાં પાકિસ્તાન અમારું કંઇ નથી બગાડી શક્યું. તો પછી દેશના પીએમ થઇને કેમ મોદી લોકોને પાકિસ્તાનથી ડરાવે છે. આપણા દુર્ભાગ્ય કે આપણને આવા નિર્બળ વડાપ્રધાન મળ્યા.
70 सालों में पाकिस्तान हमारा कुछ नहीं बिगाड़ पाया और अब मोदी जी ख़ुद PM होकर देश की जनता को पाकिस्तान का डर दिखा रहे हैं।कितना दुर्भाग्यपूर्ण हैं की एसे निर्बल प्रधानमंत्री हमें मिले हैं।
— Hardik Patel (@HardikPatel_) December 12, 2017
कोंग्रेस के नेता और पाकिस्तान की मीटिंग चल रही है एसा मोदी जी को कैसे पता चला ???
— Hardik Patel (@HardikPatel_) December 12, 2017
વધુ એક ટ્વિટમાં હાર્દિકે લખ્યું કે મોદી સાહેબ તેમનો રંગ બદલ્યો અને ગુજરાતે પોતાનો દિકરો બદલ્યો. વધુમાં અંબાજી દર્શન કરવા ગયેલા પીએમ મોદી શું તેમની માતાને આ વખતે મળવા ગયા હતા. તેવો સવાલ પણ હાર્દિકે ટ્વિટ કરીને પૂછ્યો હતો. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે હાર્દિક પટેલે ખુલીને કોંગ્રેસની બી ટીમની જેમ કામ કર્યું છે. અને બીજા તબક્કા પછી તેવી કોઇ તક નથી છોડી જેમાં તેમણે મોદીનું મુશ્કેલીઓ વધારી ના હોય.
સાહેબ છેલ્લા 1 મહિના થી ગુજરાત ચૂંટણી પ્રચાર માં છે તો હીરાબા ને મળ્યા કે નહીં ?
— Hardik Patel (@HardikPatel_) December 13, 2017
આતો ડુંગરા ની દેવી ની વાત આવી પણ ઉંબરાની દેવી યાદ ના આવી...












Click it and Unblock the Notifications
