Video : હાર્દિક પટેલનો નવો વીડિયો, આ વખતે ઉખાડી ફેંકો
હાર્દિક પટેલના કથિત વીડિયો જાહેર થયા પછી હવે હાર્દિક પટેલે પોતે પોતાનો એક વીડિયો બહાર પાડ્યો છે. જેમાં તેણે નામ લીધા વગર આ પક્ષને પાડી નાંખવાની વાત કરી છે.
પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલનો વધુ એક વીડિયો બહાર પડ્યો છે. હાર્દિકના કથિત વીડિયો બહાર આવ્યા પછી હાર્દિક પટેલે તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો મૂક્યો છે. જેમાં તેણે કમેન્ટમાં લખ્યું છે કે આ વખતે ઉખાડી ફેંકો. સાથે જ આ વીડિયોમાં લોકોને અપીલ કરવામાં આવી છે કે હવે તે ઠગાવાનું કરે. વીડિયોમાં હાર્દિક પટેલે કહ્યું કે બહુ વખત સુધી આપણને છેતરવામાં આવ્યા છે. આપણે તો ખાલી સમાજ માટે હક જ માંગતા હતા પણ તેના બદલે આપણને શું મળ્યું ગોળીઓ. કોઇ પણ પક્ષનું નામ લીધા વગર આ વીડિયોમાં હાર્દિકે લોકોને અપીલ કરી છે કે આ શહીદોની મોતનો બદલો લેવાનો વખત આવી ગયો છે.

તેણે નામ લીધા વગર કહ્યું કે હવે તો આ બધુ ભૂલીને પાછા તેમની પાસે જ જતા રહીએ તો ના ચાલે. આમ કહીને તેને આડકતરી રીતે ભાજપ પર એક પછી એક કટાક્ષ કરીને આ વખતે ભાજપની સરકારને ઉખાડી ફેંકવાની વાત કરી છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ પાસે યુવા શક્તિનું સમર્થન સૌથી વધુ છે. હાર્દિક પટેલ મામલે ભાજપને પણ કેટલાક ચૂંટણી વીડિયો રજૂ કર્યા છે. તે પછી હાર્દિક પટેલ પણ આ વીડિયોના વળતા જવાબ રૂપે એક વીડિયો રજૂ કરીને લોકોને અપીલ કરી છે. જો કે આ વીડિયોમાં તેણે કોઇ પણ પાર્ટીનું નામ નથી લીધુ પણ શહીદોના બદલાની વાત ચોક્કસથી કરી છે. ત્યારે તમે પણ જુઓ હાર્દિક પટેલનો આ વીડિયો અહીં....
આ વખતે ઉખાડી ફેંકો pic.twitter.com/2No0hXNfA1
— Hardik Patel (@HardikPatel_) November 15, 2017












Click it and Unblock the Notifications
