હાર્દિક પટેલ: લાજપોર જેલ બહાર ઉમટ્યા પાટીદારો...
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ શુક્રવારે 9 મહિના બાદ જેલની બહાર નીકળશે. ત્યારે આજે 11 વાગે હાર્દિક પટેલને સુરતની લાજપોર જેલમાંથી શરતી જામીન હેઠળ બહાર આવશે. ત્યારે તેના ગ્રાન્ડ વેલકમ માટે આજે સવારથી જ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો અને પાસ સમિતિના આગેવાનો સુરત પહોંચ્યા છે.

મોટી સંખ્યામાં ઉમટેલા પાસ સમર્થકો અલગ અલગ વેશભૂષા સાથે લાજપોર જેલની બહાર કાગ ડોળે હાર્દિક પટેલની રાહ જોતા ઊભા છે. અને જય સરદાર જય પાટીદારના નારા લગાવી રહ્યા છે. સાથે હાર્દિક પટેલના કાકા, નલીન કોટડિયા સમેત પાસ નેતા રેશ્મા પટેલ જેલની બહાર પહોંચી ચૂક્યા છે. તો બીજી તરફ પોલિસે પણ હાર્દિક પટેલના છૂટવા બાદ શાંતિ અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ચાંપતી સુરક્ષા વ્યવસ્થા કરી છે.












Click it and Unblock the Notifications
