For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં મેઘરાજાની તોફાની ઇનિંગ, 14 લોકોના મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 17 જૂન: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. સૌરાષ્ટ્ર પંથકમાં મેધરાજાએ મનમૂકીને આગમન કર્યુ છે. સૌરાષ્ટ્ર પંથકમાં 1 થી 8 ઇંચ વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આગામી ત્રણેક દિવસ સુધી સાર્વત્રિક વરસાદની સંભાવના છે ત્યારે આજે ગાજવીજ સાથે આવેલા વરસાદમાં વીજળી પડતાં સૌરાષ્ટ્રમાં 9 વ્યક્તિઓનાં મોત નીપજ્યાં હતા.જ્યારે ઉત્તર ગુજરાતમાં બેના મોત થયા હતા. કચ્છમાં પણ 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસતાં ચેકડેમો ભરાઇ ગયા હતા અને રાત સુધીમાં અનેક જળાશયોમાં નવાં નીરની આવક થવા પામી હતી. રાજકોટ જિલ્લાના 20થી વધુ ડેમોમાં પાણી આવક થઇ છે. માણાવદરના બોડકા ગામે મૂશળાધાર વરસાદ વરસતાં એક કલાકમાં આઠ ઇંચ ધોધમાર વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસતાં લોકોને રાહત મળી છે અને તાપમાન ઘટાડો નોધાયો છે.

rain-guajrat

અમદાવાદ, ગાંધીનગર, કલોલ પંથકમાં તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદે આગમન કર્યું હતું. અમદાવાદમાં દોઢ થી બે ઇંચ વરસાદ વસસ્યો હતો જ્યારે ગાંધીનગરમાં દોઢ ઇંચ અને કલોકમાં વરસાદ વરસ્યો હતો. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા અને તેમજ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશય થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ સિઝનનો પ્રથમ વરસાદ જીવલેણ સાબિત થયો છે. અમદાવાદમાં એક બાળક સહિત 3 લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે સૌરાષ્ટ્રમાં 9 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે ઉત્તર ગુજરાતમાં બે લોકોના મોત નિપજ્યાં છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હળવા દબાણનાને પગલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગઇકાલે ભારે વરસાદ નોંધાયો હતો. જ્યારે આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખતાં દરિયાકિનારાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યો હતો.

ક્યાં કેટલો વરસાદ

ખંભાળિયા- 8.50 ઇંચ
વિસાવદર- 5 થી 6 ઇંચ
રાજુલા- 6 ઇંચ
બાબરા- 7 ઇંચ
લાઠી- 5 ઇંચ
કેશોદ, લીલીયા, જાફરાબાદ- 3 ઇંચ
અંજાર- 3 ઇંચ
ગાંધીનગર- 1.5 ઇંચ
કલોલ- 2 ઇંચ
અમદાવાદ- 1.5 થી 2 ઇંચ
મહેસાણા- 4 ઇંચ

English summary
Including saurashtra and North Gujarat rain in many parts of Gujarat,14 killed as heavy rains lash Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X