For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Hillary clinton gujarati visit : હિલેરી ક્લિન્ટન આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે

Hillary clinton gujarati visit : ગાંધીવાદી ઇલા બેન ભટ્ટનું ગયા વર્ષે નવેમ્બરમાં નિધન થયું હતું. 'SEWA' ના પ્રોગ્રામ કોઓર્ડિનેટર રશ્મિ બેદીએ જણાવ્યું હતું કે, હિલેરી ક્લિન્ટન અમદાવાદમાં ઇલા બેન ભટ્ટને શ્રદ્ધાંજલિ આપશે.

|
Google Oneindia Gujarati News

Hillary clinton gujarati visit : અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન રવિવારથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન હિલેરી ક્લિન્ટન સામાજિક કાર્યકર અને ગાંધીવાદી ઈલા ભટ્ટ દ્વારા સ્થાપિત 'સેલ્ફ એમ્પાવર્ડ વુમન એસોસિએશન'ના એક કાર્યક્રમમાં પણ ભાગ લેશે. આ સંસ્થા 'SEWA' તરીકે ઓળખાય છે.

Hillary Clinton

ઉલ્લેખનીય છે કે, ઇલા બેન ભટ્ટનું ગત વર્ષે નવેમ્બરમાં નિધન થયું હતું. SEWA ઇવેન્ટ કોઓર્ડિનેટર રશ્મિ બેદીએ જણાવ્યું હતું કે, હિલેરી ક્લિન્ટન અમદાવાદમાં ઇલા બેન ભટ્ટને શ્રદ્ધાંજલિ આપશે. જે બાદ રવિવારના રોજ શહેરમાં તેમની ઓફિસમાં SEWA સભ્યો સાથે વાતચીત કરશે.

ક્લિન્ટન સોમવારના રોજ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત લેશે અને તેમની ગ્રામીણ પહેલ SEWA ના ભાગરૂપે મીઠાના કામદારો સાથે વાર્તાલાપ કરશે, એમ તેમણે જણાવ્યું હતું.

English summary
Hillary Clinton will visit Gujarat for two days from today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X