અમદાવાદમાં હોમ ગાર્ડના કમાન્ડન્ટે સિક્યોરીટી ગાર્ડને માર માર્યો

Subscribe to Oneindia News

અમદાવાદ બોપલમાં આવેલા સનસીટી એપાર્ટમેન્ટ સેક્ટર 1માં રહેતા હોમ ગાર્ડના કમાન્ડન્ટ વિરૂધ્ધ સ્થાનિક સિક્યોરીટી ગાર્ડને માર મારવા અંગેનો ગુનો બોપલ પોલીસમાં નોંધવામાં આવતા પોલીસે હોમ ગાર્ડના આધિકારીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે હોમ ગાર્ડના ઓફિસરે દારૂ પીધેલી હાલતમાં સિક્યોરીટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. તેમ છંતાય, પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો નહોતો.આ બનાવની વિગતો એવી છે કે પ્રકાશસિંહ સૂર્યવંશી (ઉ.વ 21) બોપલ સન સીટી સેક્ટર 1માં સિક્યોરીટી ગાર્ડ તરીકે કામ કરે છે. પ્રકાશસિંહ સમય પ્રમાણે ડ્યુટી પર હાજર થયા હતા રાતના લગભગ 2 વાગ્યાના સુમારે પ્રકાશસિંહ ચા બનાવવા માટે પાણી લેવા માટે ગયા હતા ત્યારે સેક્ટર 1માં આવેલા ડી 501માં નંબરના ફ્લેટમાં રહેતા બ્રીજરાજસિંહ ગોહિલ અચાનક ત્યાં આવ્યા હતા અને પ્રકાશસિંહ શા માટે ગેરહાજર હતો તે અંગે કારણ પુછીને અચાનક મારવાનું શરૂ કરી દીધું હતુ.

brijrajsinh

જેથી બુમો સાંભળતા અન્ય સિક્યોરીટી સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને પ્રકાશસિંહને છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ બ્રીજરાજસિંહે બીજા સિક્યોરીટી ગાર્ડને પણ માર માર્યો હતો. જો કે આ દરમિયાન સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા અને તેમણે બીજા ગાર્ડને છોડાવ્યા હતા આ સમયે બ્રીજરાજસિહે સ્થાનિક લોકોને પણ મારવાની ધમકી આપી હતી.બીજી તરફ સ્થાનિક લોકો પ્રકાશસિંહને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા અને ત્યારબાદ બોપલ પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. બ્રીજરાજસિંહ ગોહિલ ગુજરાત હોમ ગાર્ડમાં કમાન્ડન્ટ તરીકે તેમજ પીઆરઓ તરીકે કામ કરે છે અને સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે તે ઘણીવાર એપાર્ટમેન્ટમાં દાદાગીરી કરીને સિક્યોરીટી ગાર્ડ તેમજ સ્થાનિક લોકોને પરેશાન કરે છે, જો કે આઇપીએસ ઓફિસરો સાથે સારો ધરોબો હોવાથી પોલીસ તેમની સામે કોઇ કાર્યવાહી કરતી નથી. એપાર્ટમેન્ટમાં અવારનવાર તેમના દ્વારા કરવામાં આવતી દાદાગીરીને કારણે હવે સ્થાનિક લોકો લડી લેવાના મુડમાં છે. બીજી તરફ બોપલ પોલીસ દાવો કરે છે કે અમે કોઇપણ દબાણ વિના કાયદેસરની કાર્યવાહી કરી છે અને તેમના વિરૂધ્ધ નોંધાયેલો ગુનો જામીન લાયક હોવાથી જામીન મળી ગયા છે. જ્યારે તેમણે દારૂ પીધેલો ન હોવાને કારણે અમે એ ગુનો નોધ્યો નથી.

English summary
Home Guards Commandant brutally beat security Guard of society in Ahmadabad.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.