High Alert: સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ
ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આવતા બે કલાકની અંદર સૌરાષ્ટ્રમાં પોરબંદર, ગિર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદનુ અનુમાન છે.
ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આવતા બે કલાકની અંદર સૌરાષ્ટ્રમાં પોરબંદર, ગિર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદનુ અનુમાન છે અને એટલા માટે અહીં એલર્ટ જારી થયુ છે. હવામાન વિભાગ માછીમારોને સમુદ્રમાં જવાથી રોક્યા છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં રવિવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. પોલિસે જણાવ્યુ કે સુરેન્દ્રનગર જિલ્લામાં વિજળી પડવાથી એક ખેડૂતનો જીવ ગયો છે જ્યારે એક વ્યક્તિનુ ડૂબવાના કારણે મોત થયુ છે.
|
વરસાદનો આ દોર અટકવાનો નથી
આઈએમડીએ કહ્યુ છે કે વરસાદનો આ દોર અટકવાનો નથી અને આવતા ત્રણ દિવસ સુધી આમ જ ચાલુ રહેશે. હવામાન વિજ્ઞાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આગલા ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે દ્વારકાના અમુક ભાગોમાં પૂરની સ્થિતિ છે.

અહીં પણ થઈ શકે છે ઘનઘોર વરસાદ
આવતા 24 કલાક દરમિયાન તટીય આંધ્રપ્રદેશ, દક્ષિણ તટીય ઓરિસ્સા, તેલંગાના, કર્ણાટક, કોંકણ તેમજ ગોવા, ગુજરાતના પૂર્વ ભાગો, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ઘણી જગ્યાઓએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. એક-બે જગ્યાએ ભારે વરસાદનુ પણ અનુમાન છે. પૂર્વોત્તર ભારત અને પૂર્વ બિહારના અમુક ક ભાગોમાં વરસાદની સંભાવના છે જ્યારે વરસાદનો આ સિલસિલો આવતા બે દિવસ સુધી ચાલી રહેવાની સંભાવના છે.
|
ઉત્તરાખંડમાં પણ મૂસળધાર વરસાદની સંભાવના
વળી, ઉત્તરાખંડમાં પણ મૂસળધાર વરસાદની સંભાવના છે. આઈએમડીએ પિથોરાગઢ, બાગેશ્વર, નૈનીતાલ પૌડી અને દહેરાદૂનમાં આવતા 24 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને એટલા માટે અહીં યલો એલર્ટ જારી થયુ છે. વળી, રુદ્ર પ્રયાગ અને ઉત્તર કાશી માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.
અનલૉક-2: આજથી ખુલ્યા દેશભરના ઐતિહાસિક સ્મારક, તાજમહેલ માટે હજુ જોવી પડશે રાહ












Click it and Unblock the Notifications
