For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં 15-16 વર્ષના બે ભાઈઓએ પાડોશીના ઘરે ઘુસી યુવતીનો રેપ કર્યો

ગુજરાતમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં બે સાચા ભાઇઓએ એક પાડોશી કિશોરી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બંને ભાઈઓની ઉંમર 15 થી 16 વર્ષની છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં બે સાચા ભાઇઓએ એક પાડોશી કિશોરી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બંને ભાઈઓની ઉંમર 15 થી 16 વર્ષની છે. બળાત્કાર બાદ કિશોરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના સમયે 14 વર્ષીય પીડિતા ઘરે એકલી હતી. પત્રકારના જણાવ્યા મુજબ કિશોરી ઉપર પહેલા મોટા ભાઈએ બળાત્કાર ગુજાર્યો હતો. તે પછી નાના ભાઈએ પણ તેની બળજબરી કરી. આ કેસમાં પાંડેસરા પોલીસે બંને ભાઈઓની અટકાયત કરી છે.

rape

નાયબ પોલીસ નિરીક્ષક એમ.એમ. મોર્યાએ જણાવ્યું હતું કે, આ ઘટના 20 ઑગષ્ટના રોજ બની હતી, જ્યારે ઉપરોક્ત કિશોરનો પરિવાર બહાર ગયો હતો અને કિશોરી ઘરે એકલી હતી. તે દરમિયાન પાડોશમાં રહેતો એક 16 વર્ષનો કિશોર બપોરે 12 વાગ્યે તેના ઘરે પ્રવેશ કર્યો હતો. શારીરિક છેડતી બાદ તેણે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને જો તેણીએ આ વિશે કોઈને કહ્યું તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો: 14 હજાર ચાર્જ કરતી મહિલા થેરેપિસ્ટે અફેરમાં શારીરિક સંબંધ બાંધ્યા, પછી બોલી- રેપ થયો

તેના ગયા પછી તેનો નાનો ભાઈ પણ ઘરમાં ઘુસી આવ્યો તેને પણ કિશોરીની ઈચ્છા વિરુદ્ધ તેને પોતાની હવસનો શિકાર બનાવી. નાના ભાઈએ પણ મોટા ભાઈની જેમ કિશારીને જાનથી મારી નાખવાની ધમકી આપી. બંનેની ધમકીથી ડરીને કિશોરીએ તરત જ કોઈની સાથે આ વિશે વાત કરી નહીં. પરંતુ બાદમાં જ્યારે તેની હિંમત બંધાઈ ગઈ ત્યારે પરિવારના સભ્યોએ આના વિશે જાણ કરી.

આ પણ વાંચો: શહીદની વિધવા સાથે 6 જણાએ 7 વર્ષ સુધી કરી હેવાનિયત, પડાવ્યા લાખો રૂપિયા અને ઘરેણા

English summary
In Surat, two brothers, aged 15-16, raped a girl
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X