For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વધુ એક આઇએસઆઇ એજન્ટની ધરપકડ કરતી અમદાવાદ પોલીસ

|
Google Oneindia Gujarati News

gujarat-police
અમદાવાદ, 3 નવેંબરઃ અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ એક આઇએસઆઇ એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. નૌશાદ અલી નામના આ આઇએસઆઇ એજન્ટની ધરપકડ રાજસ્થાનના જોધપુરમાંથી કરવામાં આવી છે. તેના પર જાસૂસીના આરોપો લગાવવામાં આવ્યા છે. આ સાથે છેલ્લા 20 દિવસમાં અમદાવાદ પોલીસ દ્વારા આઇએસઆઇ માટે જાસૂસી કરતા ચોથા એજન્ટની ધરપકડ કરવામાં આવી છે.

જોઇન્ટ કમિશનર (ક્રાઇમ) એકે શર્માએ કહ્યું છે. '' અગાઉ પકડાયેલા એજન્ટોની આકરી પૂછપરછ કરવામાં આવતા જોધપુરમાં રહેતા નૌશાદ અલીનું નામ બહાર આવ્યું હતું. અલીની ધપરકડ ભારતીય સૈનાની માહિતી આઇએસઆઇને મોકલવા બદલ કરવામાં આવી છે. તેણે કહ્યું છે કે તે 2005, 2008 અને 2009માં પાકિસ્તાનની મુલાકાતે જઇ આવ્યો છે.''

'' અલીએ બી કોમમાં સ્નાતકની ડીગ્રી મેળવી છે અને ટ્યૂશન આપતો હતો, તે તેના બનેવી સાથે વેબસાઇટ ડેવલોપમેન્ટનું કામ કરતો હતો. તેની બહેન લગ્ન પછી પાકિસ્તાનમાં સ્થાઇ થઇ છે,'' શર્માએ કહ્યું છે.

શર્માએ કહ્યું કે, અલીએ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું અને તેના થકી તે ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો. પ્રારભિંક પૂછપરછમાં તેણે જણાવ્યું છે કે તેણે આઇએસઆઇ દ્વારા પાકિસ્તાનમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી અને તે ભારતીય આર્મી અધિકારીઓની માહિતી આઇએસઆઇને મોકલતો હતો.

''અલીએ કહ્યું છે કે તે પાકિસ્તાનના અન્ય એક આઇએસઆઇ એજન્ટના સંપર્કમાં હતો, અલી પોતાના ડ્રાફ્ટમાં મેસેજ સેવ કરતો હતો અને એ ઇમેઇલ એકાઉન્ટ પાકિસ્તાના અધિકારી દ્વારા પણ ઓપરેટ કરવામાં આવતું હતું,'' તેમ શર્માએ ઉમેર્યું હતું. તેમણે કહ્યું હતું કે, કેટલીક મેથડ શિરાજુદ્દિનની મેથડને મળતી આવતી હતી, જે થોડા સમય પહેલા પકડાયો હતો.

English summary
ahmedabad Crime Branch today arrested an alleged agent of Pakistan's Inter-Services Intelligence Naushad Ali from Jodhpur on charges of espionage.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X